Mumbai Crime: રાજ કુન્દ્રાની ધરપકડ કરનાર યુનિટના APIની ધરપકડ, આ છે આરોપ

26 September, 2021 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

API પર આરોપ છે કે તેણે એક વ્યક્તિને લગ્ઝરી કારની ચોરીમાં આરોપી બનાવી છે. ત્યાર બાદ તે શખ્સનું નામ કેસમાંથી હટાવી દેવા માટે તેની પત્ની પાસે 12 લાખ રૂપિયાની માગ કરી છે.

રાજ કુન્દ્રા (ફાઇલ તસવીર)

એન્ટિલિયા કાન્ડ અને હિરેન મનસુખના મર્ડર બાદ મુંબઇ પોલીસની એટલી બદનામી થઈ કે તેના સીપી પરમબીર સિંહનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. પછીથી નવા પોલીસ કમિશનર હેમંત નગરાલેએ ક્રાઈમ બ્રાન્ચની લગભગ બધા યુનિટ્સ સાથે જોડાયેલા અધિકારીઓને હટાવી લેવાયા. પૉર્ન ફિલ્મો સાથે જોડાયેલ કેસ ક્રાઈમ બ્રાન્ચની પ્રૉપર્ટી સેલ જોઈ રહી હતી, આ યૂનિટના પણ અધિકારીને હટાવીને નવી ટીમ લાવવામાં આવી હતી. આ નવી ટીમે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. હવે આ પ્રૉપર્ટી સેલના એક એપીઆઇને ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો (ACB)એ બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે.

ધરપકડ કરાયેલા એપીઆઇનું નામ નાગેર પુરાણિક ખબર પડી છે. એસીબી પ્રમાણે, પુરાણિક એક આરોપીની પત્ની પાસેથી 12 લાખ રૂપિયા લાંચ માગી રહ્યો હતો. પ્રૉપર્ટી સેલે લગ્ઝરી કારની ચોરીમાં તેને આરોપી બનાવ્યો છે. પુરાણિક આરોપીની પત્નીને કહી રહ્યો હતો કે જો તે આ રકમ આપી દેશે, તો તેના પતિનું નામ પછીથી કેસમાંથી કાઢી નાખવામાં આવશે.

પુરાણિક આ સંબંધે 4 લાખ રૂપિયા પણ લઈ ચૂક્યો હતો. બાકીના 8 લાખ રૂપિયા માટે તે દબાણ નાખી રહ્યો હતો. આથી કંટાળીને પત્નીએ એસીબીમાં ફરિયાદ કરી. એસીબીએ પછી પત્નીને કહ્યું કે પુરાણિકને કહો તે હાલ તે 2 લાખ રૂપિયા લઈને આવી રહી છે. તેના પછી એસીબીએ ટ્રેપ ગોઠવ્યું અને પુરાણિકને લાંચ લેતા અરેસ્ટ કર્યો.

Mumbai mumbai news raj kundra mumbai police