15 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
પોલીસને આપણે રક્ષક માનીએ છીએ. પરંતુ ઘણીવાર કોઈ પોલીસ કોન્સ્ટેબલમાં હેવાનિયત જન્મે તો તે રક્ષક મટીને ભક્ષક પણ બની જાય છે. હા, મુંબઈના સાત રસ્તા એરિયામાં આવો જ એક કિસ્સો (Mumbai Crime) સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલે સગીર વયની બાળકી સાથે શરમજનક કૃત્ય કર્યું છે.
કંઈક આ રીતે બન્યો હતો બનાવ
રીપોર્ટ પ્રમાણે ૧૨ વર્ષની પીડિતા પ્રસાદ લેવા માટે પોતાના બિલ્ડીંગની બહાર ગઈ હતી ત્યારે ૪૫ વર્ષના આધેડ વયના આરોપીએ આ સગીર વયની છોકરીનો પીછો કર્યો હતો. બાળકીએ જ્યારે લિફ્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે શખ્સે તેને ત્યાં જ રોકવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં આ શખ્સે તેનો હાથ પણ પકડવાનો પ્રયાસ (Mumbai Crime) કર્યો હતો. જબરદસ્તી હાથ પકડીને તેને બિલ્ડીંગના પહેલા માળે લઈ જવામાં આવી હતી. આ ઘટના બાદ પીડિતાએ પોતાની માતાને પોતાની આપવીતી જણાવી હતી. બાળકીની માતાએ ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી સામે ફરિયાદ પણ નોંધાવી હતી. આ વિચિત્ર અને ધ્રુણાસ્પદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 74, કલમ 78 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
કોન્સ્ટેબલે સગીરાને બળજબરીથી રોકી હતી અને પછી પહેલા ફ્લોર પર ખેંચી લઇ ગયો હતો
આ મામલે (Mumbai Crime) વધુ માહિતી આપતાં અગ્રિપાડા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે સગીર છોકરી જ્યારે પ્રસાદ લેવા માટે તેની બિલ્ડીંગમાંથી બહાર નીકળી હતી ત્યારે ત્યાં હાજર હાજર ૪૫ વર્ષના વ્યક્તિએ તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સગીર છોકરી લિફ્ટમાં પ્રવેશી ત્યારે કોન્સ્ટેબલે કથિત રીતે તેને રોકી હતી અને બળજબરીથી તેનો હાથ પણ ઝાલી લીધો હતો. ત્યારબાદ આ હેવાન કથિત રીતે બાળકીને સીડી ઉપર બિલ્ડિંગના પહેલા ફ્લોર પર ખેંચી લઇ ગયો હતો. પોતાની સાથે બનેલી આ વિચિત્ર ઘણા બાદ સગીરાએ પોતાની મમ્મીને ડીટેઇલમાં વાત કરી હતી. ત્યારે જઈને સગીરાની માતાએ પોલીસનો સંપર્ક કરીને આરોપી સામે કેસ નોંધાવ્યો હતો.
સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે લઇ દોષિત સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે
હચમચાવી નાખે તેવી બાબત (Mumbai Crime) તો એ છે કે આરોપી તાડદેવમાં સશસ્ત્ર પોલીસ દળમાં જોબ કરે છે. હાલમાં પોલીસે તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી કરવામાં આવી છે. વધુ વિગતો હવે પછી મળી શકે છે. કોન્સ્ટેબલને રવિવારે જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગુનામાં સંડોવાયેલા કોન્સ્ટેબલને દોષિત ઠેરવવામાં અ સીસીટીવી ફૂટેજ મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. વધુ તપાસ ચાલી રહી છે.