કાંદિવલીમાં ડેન્ટિસ્ટે ટ્રીટમેન્ટ દરમ્યાન ટીનેજરની છેડતી કરી

07 February, 2026 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસ-ફરિયાદ થયા પછી ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયો

પ્રતીકાત્મક તસવીર

કાંદિવલી-વેસ્ટમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી ૧૪ વર્ષની ટીનેજરની ડેન્ટિસ્ટે છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ડૉક્ટર વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના કાંદિવલીના પટેલનગર વિસ્તારમાં આવેલા એક પ્રાઇવેટ ક્લિનિકમાં બની હતી.

ફરિયાદ મુજબ ટીનેજરની સારવાર ચાલી રહી હતી ત્યારે એક કૉલ આવ્યો તો તેની મમ્મી ક્લિનિકમાંથી થોડા સમય માટે બહાર નીકળી ગઈ હતી. એ સમયનો લાભ લઈને ડેન્ટિસ્ટે ટીનેજરની છેડતી કરી હતી.

ગભરાયેલી છોકરીએ બૂમાબૂમ કરતાં તેની મમ્મી ક્લિનિકમાં પાછી આવી ગઈ હતી. બનાવની જાણ થતાં પરિવારે તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ડેન્ટિસ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાયા પછી આરોપી તેનું ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આરોપીને શોધવા માટે પોલીસની જુદી-જુદી ટીમો કાર્યરત હોવાનું એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું.

kandivli Protection of Children from Sexual Offences Act POCSO Crime News mumbai crime news mumbai police mumbai mumbai news