Mumbai Crime News: પત્ની સાથેના ઝગડામાં 3 મહિનાની માસૂમનો ભોગ, ગુસ્સામાં પિતાએ રમકડાંની જેમ દીકરીને પટકી

18 February, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime News: ઘરનાં કોઈ વિવાદમાં પિતાએ પોતાની ત્રણ મહિનાની દીકરીને પટકી હતી. જેને કારણે તે માસૂમ બાળકીનું મોત થયું છે

પ્રતીકાત્મક તસવીર

Mumbai Crime News: મુંબઈના કુર્લામાંથી ભયાવહ સમાચાર સામે આવ્યા છે. ઘરનાં કોઈ વિવાદમાં પિતાએ પોતાની ત્રણ મહિનાની દીકરીને પટકી હતી. જેને કારણે તે માસૂમ બાળકીનું મોત થયું છે. મૃતક બાળકીની માતાએ પોલસમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી અને હત્યા સંબંધિત આરોપો હેઠળ કેસ નોંધ્યો હતો.

શું છે આ સમગ્ર મામલો, આવો સમજીએ

કુર્લાના વિનોબા ભાવે નગરની એલઆઈજી કોલોનીમાં આ ઘટના (Mumbai Crime News) બની છે. 33 વર્ષના પરવેઝ સિદ્દીકીએ જ પોતાની દીકરીની હત્યા કરી છે. બેરોજગારીને કારણે સિદ્દીકી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અને આ જ મુદ્દાને લઈને રકઝક થયા કરતી હતી. 

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે બપોરે ફરી એકવાર આ દંપતી વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. ગુસ્સામાં સિદ્દીકીએ તેની પત્ની પર હુમલો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ગુસ્સામાં સિદ્દિકીએ પોતાની માત્ર ત્રણ મહિનાની પુત્રી આફિયાને પત્નીના હાથમાંથી છીનવી લઈને જમીન પર કોઈ વસ્તુ પટકતો હોય એમ પટકી નાખી હતી. જે બાદ માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું. 

આરોપી પિતા પરવેઝ સિદ્દીકી સાથે તેના ઘરમાં તેનાં માતાપિતા, બે નાના ભાઈઓ, તેની પત્ની અને ત્રણ પુત્રીઓ રાહર્તા હતાં. આ સંયુક્ત પરિવારમાં આફિયા માત્ર ત્રણ મહિનાની જ જહતી. બીજી બે પુત્રીઓ પાંચ વર્ષની અને બે વર્ષની હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર તેના નાના ભાઈઓ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરે છે અને સિદ્દીકી નવરો બેસી રહેતો હતો. એ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી ઘર ચલાવવા અવારનવાર ઝગડાઓ (Mumbai Crime News) થતાં રહેતા હતા. 

આ આખી જ ઘટના (Mumbai Crime News) બની ત્યારે પરવેઝ સિદ્દીકીના માતા-પિતા હૉલ રૂમમાં હતા. જ્યારે તેની પત્ની બેડરૂમમાં તેની મોટી દીકરીને ખવડાવી રહી હતી. બાળકે ખાવાની ના પાડી ત્યારે સબાએ તેને માથા પર હળવી થપ્પડ મારી હતી. આ જોઈને પરવેઝ સિદ્દીકી ગુસ્સે થઈ ગયો હતો. તેણે સાબાને ઘરની અંદર ખેંચીને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને ગુસ્સામાં આફિયાને તેના હાથમાંથી છીનવી લીધી અને તેને તેના માતા-પિતાની સામે જ જમીન પર પટકી દીધી હતી. 

આ કૃત્ય કર્યા બાદ બેશરમ થઈને તે ત્યાંથી ભાગી ગયો હતો. માતાએ તરત જ તેના નાના દીકરાને ફોન કરીને આ ઘટના વિશે જાણ કરી હતી. પરિવાર પીડિત બાળકીને બાંદ્રાની ભાભા હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. 

મહિલાની ફરિયાદના (Mumbai Crime News) આધારે, વીબી માર્ગ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 103 (2) અને 115 (2) હેઠળ કેસ નોંધ્યો હતો અને રાત્રે જ પરવેઝ સિદ્દીકીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

mumbai news mumbai kurla Crime News mumbai crime news mumbai police