08 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
ઓનલાઇન ફૂડ કે બીજી કોઈપણ વસ્તુની ડિલિવરી કરતાં એજન્ટ્સથી સંકળાયેલા અનેક વિચિત્ર કિસ્સાઓ સામે આવ્યા છે. ડિલિવરી એજન્ટ્સ સાથે થતી મારપીટ, કોઈ ખોટી ડિલિવરી કરવી કે પછી બીજી કોઈ હરકત કરતાં ડિલિવરી એજન્ટ્સ પકડાયા હોય. આવા પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં પણ એવો જ એક કિસ્સો ઘૃણાસ્પદ કિસ્સો બન્યો છે, જેમાં એક ડિલિવરી બૉયની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈના ગિરગાંવમાં વીપી રોડ પોલીસે ૨૧ માર્ચના રોજ ૨૮ વર્ષીય મહિલાના ઘરે જાતીય સતામણી કરવાના આરોપમાં ૨૯ વર્ષીય ફૂડ ડિલિવરી એજન્ટની ધરપકડ કરી છે. ડિલિવરી ઍપ દ્વારા કરેલો ફૂડ ઓર્ડર આપવા જ્યારે આ એજન્ટ આવ્યો ત્યારે મહિલાએ તેને દરવાજા પર ઉભો રાખ્યો થયો તે દરમિયાન આ ચિંતાજનક ઘટના બની.
પોલીસ અધિકારીના અહેવાલો અનુસાર, મહિલાએ દરવાજો ખોલતાની સાથે જ ડિલિવરી એજન્ટે પોતાની પેન્ટ ઉતારી દીધી અને મહિલાને આપત્તિજનક પરિસ્થિતિમાં મૂકી દીધી હતી. આઘાત અને વ્યથિત થઈને, મહિલાએ તરત જ ઘરમાં હાજર તેના પતિને જાણ કરી. તે નીચે દોડી ગયો અને બિલ્ડિંગની લૉબીમાં ડિલિવરી એજન્ટનો સામનો કર્યો, જ્યાં તે લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો.
પીડિત પતિ ડિલિવરી એજન્ટ સાથે ઝપાઝપીમાં ફસાઈ ગયો
પતિ અને ડિલિવરી એજન્ટ વચ્ચે ઝપાઝપી થઈ, પરંતુ આરોપી પતિને બાજુ પર ધકેલીને ભાગી જવામાં સફળ રહ્યો. ઘટના બાદ, દંપતીએ એજન્ટના વર્તનની જાણ કરવા માટે ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના કસ્ટમર કૅરનો સંપર્ક કર્યો. જ્યારે તેમને ખાતરી આપવામાં આવી હતી કે કડક કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે દંપતીએ દાવો કર્યો કે આરોપીઓ સામે કોઈ દેખીતા પગલાં લેવામાં આવ્યા નથી. ડિલિવરી કંપનીના પ્રતિભાવથી નાખુશ, દંપતીએ વીપી રોડ પોલીસનો સંપર્ક કર્યો અને ઔપચારિક રીતે એફઆઈઆર નોંધાવી. ફરિયાદના આધારે, પોલીસે આરોપીને શોધવા માટે શોધખોળ શરૂ કરી.
ઘટનાના 15 દિવસ પછી ગામદેવીમાં આરોપીની ધરપકડ
તપાસ હાથ ધર્યા પછી, અધિકારીઓએ આરોપીને ગામદેવી વિસ્તારમાં શોધી કાઢ્યો હોવાનું કહેવાય છે. "4 એપ્રિલના રોજ, ગામદેવીમાં કેનેડી બ્રિજ નજીક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ ચેમ્બુરના 29 વર્ષીય રહેવાસી શાહરુખ શેખ મોહમ્મદ શેખ તરીકે થઈ હતી," એમ એક પોલીસ અધિકારીએ મિડ-ડેને જણાવ્યું.
શેખ પર જાતીય સતામણી સાથે સંબંધિત ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 75 અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે પુષ્ટિ આપી છે કે આરોપીનો ઇતિહાસ સમાન છે કે નહીં તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. જોકે આ ઘટનાને લઈને મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો થયો છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.