સાઇબર ગઠિયાઓ ઉપાડી લે એ પહેલાં ૧૦૧ કરોડ રૂપિયા ફ્રીઝ કરી લીધા પોલીસે

22 May, 2026 07:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા પાંચ મહિનામાં સાઇબર હેલ્પલાઇન ૩૦,૩૦૨ કેસમાં મદદગાર બની

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે મુંબઈ પોલીસે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા પાંચ મહિનામાં સાઇબર હેલ્પલાઇન પર ૨,૫૫,૦૯૨ ફરિયાદો મળી હતી જેમાંથી ૩૦,૩૦૨ કેસમાં બૅન્ક-અકાઉન્ટથી થયેલાં ટ્રાન્ઝૅક્શન ફ્રીઝ કરીને ૧૦૧.૩૯ કરોડ રૂપિયાનો ફ્રૉડ થતો અટકાવવામાં આવ્યો હતો. મળેલી ફરિયાદ બાદ ફ્રૉડ અટકાવવાની ટકાવારી ૨૫.૬૮ ટકા હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૨૨ની ૧૭ મેથી ક્રાઇમ બ્રાન્ચના નેજા હેઠળ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ શૅર ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડ અટકાવવાનો, ડિજિટલ અરેસ્ટ સ્કૅમ અટકાવવાનો તથા ઑનલાઇન ટાસ્ક ફ્રૉડ, જૉબ સ્કૅમ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ ફ્રૉડ અને ફિશિંગ અટૅક્સ રોકવાનો છે. 

mumbai news mumbai cyber crime mumbai police Crime News mumbai crime news