Mumbai Event: ઝરૂખોમાં `AI અને સાયબર સુરક્ષા’ વિષય પર નિષ્ણાતોનાં વક્તવ્યોનું આયોજન

28 November, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Event: ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ, મુંબઈ (બાવન વિભાગ)ના સહયોગમાં ૩૦ નવેમ્બર રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા’ વિષય પર મુંબઈના ત્રણ વિચક્ષણ આઈટી પ્રોફેશનલ્સ, સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે વાત કરવાના છે.

`આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા’ વિષય વક્તવ્ય આપશે આ વક્તાઓ

`ઝરૂખો’ સંસ્થા એના સાહિત્યિક કાર્યક્રમ માટે (Mumbai Event) જાણીતી છે. પરંતુ આ વખતે `ઝરૂખો પ્લસ`એ નામ હેઠળ આજના કિશોરોને, યુવાનોને, મહિલાઓને તથા સિનિયર સિટીઝનને પણ ઉપયોગી થાય એવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ, મુંબઈ (બાવન વિભાગ)ના સહયોગમાં ૩૦ નવેમ્બર રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા’ વિષય પર મુંબઈના ત્રણ વિચક્ષણ આઈટી પ્રોફેશનલ્સ, સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે વાત કરવાના છે. 

Mumbai Event: આજે સેલફોન દરેકના હાથમાં છે પણ એની સાથે જોડાયેલી જરૂરી એવી સુરક્ષા તથા AI જેવી નવી ટેક્નોલોજી વિશે ઓછી જાણકારી છે. આનું જ્ઞાન સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા ત્રણ વક્તાઓ તથા બે સંસ્થાઓ સાથે જોડાયાં છે.

‘સાયબર સુરક્ષા ડિજિટલ યુગનો નવો પડકાર` એ વિષય પર હિતેશ પાઠક વાત કરશે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ત્રીસ વર્ષનો અનુભવ ધરાવનાર હિતેશ પાઠકે દસ વર્ષ એડવાન્સ સાયબર સિક્યુરિટી ક્ષેત્રે આપ્યા છે. તેઓએ ઘણી કોર્પોરેટ કંપનીઓને સાયબર સિક્યુરિટીના ઉપાયો આપ્યા છે. આ ક્ષેત્રના વક્તા તરીકે એમણે DSCI , IDC અને NASSCOM માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ,  ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં સુરક્ષા અને સાયબર ક્ષેત્રે આવતા બદલાવ પર વક્તવ્ય આપ્યાં છે .

બીજા વક્તા (Mumbai Event) જયેશ પાઠક `આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જીવનમાં સરળતા` એ વિષય ઉપર વાત કરશે. જયેશ પાઠક પણ ત્રીસ વર્ષનો અનુભવ ધરાવે છે. વિશ્વની અગ્રણી સંસ્થાઓમાં મોટા ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ,  કંપની- વાઈડ ટ્રાન્ઝિશન્સ સફળતાપૂર્વક એમણે સંભાળ્યા છે. નવી શોધ, ઓટોમેશન અને ડેટાની મદદથી નિર્ણયો કઈ રીતે લેવાય એ ક્ષેત્રમાં એમનું યોગદાન છે. 

કાર્યક્રમ (Mumbai Event)ની ભૂમિકા બાંધશે હિતેશ શુક્લ, જેઓ આ કાર્યક્રમનું સંજય પંડ્યા સાથે મળીને સંકલન પણ કરી રહ્યા છે. એમની પ્રસ્તાવના `ટેકનોલોજીની ક્રાંતિ: જીવનમાં સહેલાઈ તથા પડકારો` વિષયને આવરી લેશે.

હિતેશ શુકલ નિસેવા ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેક્ટર છે.તેઓ વિદ્યુત, જળ, ઓઇલ અને ગેસ ક્ષેત્રની કંપનીઓ માટે આધુનિક IIOT ગેટવેઝ પૂરા પાડે છે. પોતાની કંપની સ્થાપવા અગાઉ એમણે વિશ્વની જાણીતી કંપનીઓમાં સેલ્સ તથા પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં પોતાનું યોગદાન આપ્યું છે.

`ઝરૂખો પ્લસ`ના આ વિશેષ કાર્યક્રમ (Mumbai Event)માં સાંજે ૫ વાગ્યે ચા કૉફી હશે અને ૫.૩૦ વાગ્યે સમયસર કાર્યક્રમ શરૂ થશે. આ જાહેર નિ: શુલ્ક કાર્યક્રમ સાઈબાબા મંદિર, બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી વેસ્ટના સરનામે યોજાયો છે.

mumbai news mumbai weekend guide gujaratis of mumbai gujarati community news borivali ai artificial intelligence cyber crime