04 January, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલમાં ઍડ્મિટ ઈશા પાંડે
ચાર્ટર્ડ અકાઉન્ટન્સી (CA)ના ફાઇનલ યરમાં અભ્યાસ કરતી ૨૫ વર્ષની યુવતી ઈશા પાંડે ૨૦૨૫ની ૨૧ ડિસેમ્બરે પોતાના જન્મદિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા ગઈ હતી અને ત્યાર બાદ થોડી સેકન્ડમાં જ તેનું તેમ જ તેના પરિવારનું વિશ્વ બદલાઈ ગયું હતું. રોડ ક્રૉસ કરવા જતાં તેનો અકસ્માત થયો અને તેના બ્રેઇન પર ખૂબ ગંભીર ઈજા થઈ જેમાં આંતરિક રક્તસ્રાવ થયો, તેની ખોપડીમાં ફ્રૅક્ચર્સ થયાં અને મગજમાં સોજા આવી ગયા. તેને તાત્કાલિક માહિમની પી. ડી. હિન્દુજા નૅશનલ હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરોએ તેનો જીવ બચાવવા માટે ઘણીબધી સર્જરી કર્યા બાદ તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં અને વેન્ટિલેટર સપોર્ટ પર ઘણા દિવસ રાખી. હવે વેન્ટિલેટર-સપોર્ટમાંથી તેને બહાર કાઢી છે, પરંતુ હજી તેની પરિસ્થિતિ નાજુક છે. ડૉક્ટરોએ કહ્યું છે કે યોગ્ય અને લાંબી સારવાર તેને મદદ કરી શકે છે.
આ બધી સારવારનો અંદાજે ખર્ચ ૨૫ લાખ રૂપિયાની ઉપર જાય એવી શકયતા છે જેની વ્યવસ્થા કરવા માટે તેનો સાધારણ પરિવાર સક્ષમ નથી. તેના પપ્પા રિયલ એસ્ટેટ બ્રોકર છે અને તેમની પરિવારની વાર્ષિક આવક સાડાચાર લાખ રૂપિયાની આસપાસ છે. પરિવારમાં તેઓ પાંચ જણ છે.
પરિવારે હૉસ્પિટલને કન્સેશન માટે અપીલ કરી છે. એ ઉપરાંત સરકારી મદદ, મંદિરના ટ્રસ્ટ અને ચૅરિટેબલ ઑર્ગેનાઇઝેશનને પણ અપીલ કરી છે છતાં દરરોજ વધતો જતો હૉસ્પિટલનો ખર્ચ તેમની પહોંચની બહાર જઈ રહ્યો છે અને દીકરીની જિંદગી માટેની લડત હજી ચાલુ છે.
આ દીકરીને મદદ કરવા માટે તેના પરિવારે જાહેર જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે નાની રકમ પણ આ દીકરીની સારવાર માટે અમૂલ્ય બની રહેશે. ઈશા પાંડે માટે દાનની રકમ સીધી હૉસ્પિટલના ખાતામાં જમા કરી શકાય એ માટેની માહિતી અહીં આપવામાં આવી છે.
બૅન્કનું નામ : IndusInd Bank Ltd, બ્રાન્ચ : માહિમ, બ્રાન્ચ કોડ : 0503
અકાઉન્ટ નંબર : 100013463987, અકાઉન્ટનું નામ : નૅશનલ હેલ્થ ઍન્ડ એજ્યુકેશન સોસાયટી (યુનિટ -PDHNH), અકાઉન્ટનો પ્રકાર : સેવિંગ્સ અકાઉન્ટ, IFSC કોડ : INDB0000503, સ્વિફ્ટ કોડ : INDBINBBBOO
દરદીની વિગત - નામ : ઈશા સંતોષ પાંડે, એચએચ નંબર : 1994378