✕

મુલુંડની ફો‌ર્ટિસ હૉ‌સ્પિટલમાં દરદીઓનું ભોજન જ્યાં બનતું હતું એ ‌કિચનનું લાઇસન્સ સસ્પેન્ડ

17 October, 2026 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોફિયા કૉલેજની કૅન્ટીન અને ઘાટકોપરની ઓનિક્સનું લાઇસન્સ પણ સસ્પેન્ડ, રાજ્યભરમાં કરાયેલી કાર્યવાહી અંતર્ગત ૧૮.૮૩ લાખ રૂપિયાનો સ્ટૉક અને બે વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. કુલ ૧૦ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધીને ૧૦ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

ફૉર્ટિસ હૉસ્પિટલના કિચનમાં મળી આવેલી ગંદકી.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA)ની ચાલી રહેલી સતત કાર્યવાહી અંતર્ગત ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલી સૉફિયા કૉલેજની કૅન્ટીન, મુલુંડ લિન્ક રોડ પર આવેલી ફૉર્ટિસ હૉસ્પિટલનું કિચન સંભળતી સોડેક્સો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઘાટકોપર-ઈસ્ટની નીલકંઠ માર્કેટમાં આવેલી અરિહંત આહાર (ઓનિક્સ), ગિરગામની મુંબઈ બાઇટ્સ સહિતનાં અન્ય ૭ એસ્ટૅબ્લિશમેન્ટનાં ઇન્સ્પેક્શન કરીને એમનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં હતાં. ફોર્ટિસ હૉસ્પિટલના કિચનની તપાસમાં દરદીઓ માટે જ્યાં ભોજન તૈયાર થતું હતું ત્યાં કૉક્રૉચ, ડ્રેનેજમાં એઠવાડ, ફૂગ ચડેલા ખાવાનું રાખવાના ડબ્બા અને કાટ ખાઈ ગયેલા ચાકુ મળી આવ્યાં હતાં. ઘાટકોપરની અરિહંત આહાર (ઓનિક્સ)માં મીઠાઈમાં આર્ટિફિશ્યલ કલર્સ વપરાતા હોવાની ફરિયાદ મળ્યા બાદ એના પર કાર્યવાહી થઈ હતી. જોગેશ્વરીની જનતા બેકરીની તપાસમાં તો ૮૮માંથી માત્ર ૨૮ જ ક્રાઇટેરિયા માર્ક (૩૨ ટકા) મૅચ થયા હતા.  
રાજ્યભરમાં કરાયેલી કાર્યવાહી અંતર્ગત ૧૮.૮૩ લાખ રૂપિયાનો સ્ટૉક અને બે વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં. કુલ ૧૦ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધીને ૧૦ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. 

mumbai news mumbai mulund fortis hospital food news food and drink food and drug administration