29 April, 2025 09:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળની તસવીરો (સૌજન્ય - અતુલ કાંબળે)
મુંબઈમાંથી આજે વહેલી સવારે આગ લાગવાની (Mumbai Fire) ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંદ્રા વેસ્ટમાં ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સના શોરૂમની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગના ધુમાડા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા.
લિંકિંગ રોડ પર ત્રણ માળનું કમર્શિયલ કોમ્પ્લેકસ આવેલું છે. લિંક સ્ક્વેર મોલના બેઝમેન્ટમાં સ્થિત ક્રોમા શોરૂમમાં લગભગ સવારે 4:10 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ને સૌ પ્રથમ સવારે 4:11 પર કોલ મળ્યો હતો.
Mumbai Fire: આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનાને શરૂઆતમાં સવારે 4:17 વાગ્યે લેવલ Iની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી, જે 4:28 બાદ લેવલ II સુધી વધી ગઈ હતી. જેને કારણે તેને લેવલ IIIની આગ જાહેર કરવામાં આવી હતી. પોણા પાંચની આસપાસ તો આગ વિકરાળ બની હતી.
અહેવાલો સૂચવે છે કે આ આગ મોટાભાગે શોરૂમના બેઝમેન્ટમાં જ લાગી હતી, પરંતુ ગાઢ ધુમાડો ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયો, જેમાં ત્રણ બેઝમેનના લેવલ, એક ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ ઉપરના માળનો સમાવેશ થાય છે. આગની જ્વાળાઓ બુઝાવવા માટે અન્ય અગ્નિશામક વાહનોની મદદથી બાર ફાયર એન્જિન ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, અદાણી ઇલેક્ટ્રિસિટી, જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી) અને સ્થાનિક વોર્ડ સ્ટાફ સહિત અનેક એજન્સીઓએ કટોકટીનો સામનો કર્યો હતો.
ડિવિઝનલ ફાયર ઓફિસર (ડીએફઓ), બે આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર (એડીએફઓ), ત્રણ સિનિયર સ્ટેશન ઓફિસર (સિનિયર એસઓ) અને ત્રણ સ્ટેશન ઓફિસર (એસઓ) સહિત વરિષ્ઠ ફાયર અધિકારીઓએ આ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. તૈનાત કરવામાં આવેલા સંસાધનોમાં 12 ફાયર એન્જિન, નવ જમ્બો વોટર ટેન્કર, બે શ્વાસ લેવાના ઉપકરણોની વાન, એક બચાવ વાન અને વોટર ક્વિક રિસપન્સ વેહિકલનો સમાવેશ થાય છે. સાવચેતીના પગલા તરીકે સ્થળ પર 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી.
મુંબઈમાં માત્ર બે દિવસમાં વહેલી સવારે લાગેલી આ બીજી મોટી આગ (Mumbai Fire) છે.રવિવારે, બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ઓફિસ ધરાવતી ઇમારતમાં નોંધપાત્ર આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડને રવિવારે સવારે 2:31 વાગ્યે કુર્રિમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ નજીક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ઓફિસ ધરાવતી બહુમાળી કૈસર-એ-હિંદ બિલ્ડિંગમાં આગ વિશે કોલ મળ્યો હતો.
ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ (Mumbai Fire) મેળવવાની કામગીરી શરૂ કરી હતી.લગભગ 3:30 વાગ્યે, આગને લેવલ-II માં અપગ્રેડ કરવામાં આવી હતી, જેને સામાન્ય રીતે મોટી આગ માનવામાં આવે છે, ફાયર બ્રિગેડના નિયંત્રણ ખંડે પુષ્ટિ કરી હતી.
જો કે આ ઘટનાસ્થળે આગ લાગવાનું કારણ હજુ તપાસ હેઠળ છે.
મુંબઈમાં માત્ર બે દિવસમાં વહેલી સવારે લાગેલી આ બીજી મોટી આગ છે. રવિવારે બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ઓફિસ ધરાવતી ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને રવિવારે સવારે 2:31 વાગ્યે કુર્રિમભોય રોડ પર ગ્રાન્ડ હોટેલ નજીક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસ ધરાવતી હાયરાઇઝ કૈસર-એ-હિંદ બિલ્ડિંગમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ 3:30 વાગ્યે, આગને લેવલ-IIમાં વર્ગીકૃત કરવામાં આવી હતી. જેને સામાન્ય રીતે મોટી આગ માનવામાં આવે છે, ફાયર બ્રિગેડના નિયંત્રણ ખંડે પુષ્ટિ કરી હતી.