તાડદેવમાં ૧૬ માળની ઇમારતમાં લાગી આગ, પણ સબ સલામત

18 April, 2026 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે આગ લાગી હતી

તાડદેવના બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગ

તાડદેવમાં શુક્રવારે બપોરે ૧૬ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. એમ. પી. મિલ કમ્પાઉન્ડમાં આવેલી સાઈલીલા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ત્રીજા માળે બપોરે ૧૨.૪૪ વાગ્યે આગ લાગી હતી.

મુંબઈ ફાયર-બ્રિગેડનાં ચાર ફાયર એન્જિને આગ બુઝાવવાની કામગીરી પાર પડી હતી. આ બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.

fire incident tardeo mumbai fire brigade brihanmumbai municipal corporation mumbai mumbai news