28 December, 2025 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ન્યુ યરના સેલિબ્રેશન પહેલાં મુંબઈ ફાયર-બ્રિગેડે સ્પેશ્યલ ફાયર-સેફ્ટી ડ્રાઇવ હાથ ધરી હતી અને એમાં અત્યાર સુધી હોટેલ, રેસ્ટોરાં, બાર અને ફૂડ આઉટલેટ્સ સહિત ૯૦૭ જગ્યાઓનું ઇન્સ્પેક્શન કર્યું હતું. ૧૬ આઉટલેટ્સને નોટિસ આપી છે તો ૪૧ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઇન્સ્પેક્શન બાવીસથી પચીસ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવ્યું હતું.
ન્યુ યરનું મોટા પાયે સેલિબ્રેશન થાય છે અને અનેક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આ બાબતનું ધ્યાન રાખીને ફાયર-સેફ્ટી માટે આ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
૧૦ મૉલ, પચીસ ફાઇવ સ્ટાર હોટેલ, ૫૯ લૉજિંગ અને બોર્ડિંગ-સર્વિસ, ૧૯ રૂફટૉપ હોટેલ્સ, ૧૪૮ પબ, બાર ઍન્ડ ક્લબ, ૧૨ પાર્ટી-હૉલ, પાંચ જિમખાના અને ૬૨૮ રેસ્ટોરાં.
સમાજના કલંક સમાન બળાત્કારીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ એવું દરેક જણ માને છે અને એટલે જ ૨૦૨૬ની શરૂઆત આવા કલંકનો સફાયો કરીને મહિલાઓની સુરક્ષા વધારવા સાથે થાય એવા હેતુથી કોલાબામાં એક કેદીના મોટા પૂતળાને ફાંસી આપીને ઝાડ પર લટકાવવામાં આવ્યું છે જેને થર્ટીફર્સ્ટની રાતે બાળવામાં આવશે.