28 February, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Fire: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ આજે આગની માહિતી આપતા કહ્યું હતું કે આજે સવારે દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં એક બહુમાળી ઈમારતના 42મા માળે આગ ફાટી નીકળી હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ જ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના જણાવ્યા અનુસાર આ આગ (Mumbai Fire) સાલ્સેટ નામની બિલ્ડિંગમાં ફાટી હતી. આ બિલ્ડિંગ ન્યુ ગ્રેડ ઇન્સ્ટા મિલ નજીક આવેલ છે. સવારે 10:45 વાગ્યાની આસપાસ આ આગની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી)એ સવારે 10:42 વાગ્યે ત્યાં હાજર રહીને આગ બુઝાવવાની જહેમત ધરી હતી. આ આગ લેવલ-1 તરીકે વર્ણવાઈ હતી.
આજે બિલ્ડિંગ છે તે ૫૨ માળનું છે, તેના 42મા માળે આગ ફાટી (Mumbai Fire) નીકળી હતી. સિવિક બોડીએ જણાવ્યું હતું કે, હાલમાં અગ્નિશામક કામગીરી ચાલી રહી છે. મુંબઈ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર એન્જિન, ત્રણ જમ્બો ટેન્કર, એક એરિયલ વોટર ટેન્ડર, એક બ્રીદિંગ એપરેટસ વાન, એક હાઈ-પ્રેશર પંપ, એક હાઈ-રાઇઝ ફાયર ફાઇટિંગ વાહન અને બે એમ્બ્યુલન્સ તૈનાત કરી છે.
આ ભયાવહ આગ (Mumbai Fire) ઓલવવા માટે બેસ્ટ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવાઓ અને અન્ય એજન્સીઓની ટીમોને તાત્કાલિક કામે લગાડવામાં આવી છે. એમ અધિકારીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઈમારતના જે ફ્લોરમાં આગ લાગી હતી તેની બારીઓમાંથી ગાઢ કાળો ધુમાડો બહાર આવતો જોઈ શકાતો હતો.
હજી સુધી આ આગ (Mumbai Fire) કઈ રીતે લાગી તે બાબતનું કોઈ કારણ સામે આવ્યું નથી. સાથે જ આ આગને કારણે થયેલા નુકસાનની પણ વધુ વિગતો આવી નથી. ગત 22 ફેબ્રુઆરીએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના ટર્મિનલ 2 નજીક એક હોટલની એક છત પર આવેલી રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આ સાથે જ વિલે પાર્લે (પૂર્વ) વિસ્તારમાં હોટલ ફેયરમોન્ટની છત પર સાંજે 5.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે 10 માળની હોટલમાં અગ્નિશામક કામગીરી શરૂ થયા બાદ 70-80 લોકોને સીડીમાંથી બચાવી લેવાયા હતા.
પ્રાપ્ત મઅહિતી અનુસાર આ આગ (Mumbai Fire) એર-કન્ડીશનીંગ (એસી) યુનિટ અને ટેરેસ પર 1,000-1,500 ચોરસ ફૂટના વિસ્તારમાં એક્ઝોસ્ટ ડક્ટિંગ સુધી મર્યાદિત રહી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ આગને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન, ત્રણ પાણીના ટેન્કર અને અન્ય સહાય સ્થળ પર પહોંચી હતી, જેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.