08 January, 2025 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં સાયન હોસ્પિટલ નજીક ત્રણ માળની રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ ભભૂકી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આજે વહેલી સવારે આ બિલ્ડિંગમાં આગ ફાટી (Mumbai Fire News) નીકળી હતી. અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી.
આ મામલે સિવિક બોડી જણાવે છે કે આજે સવારના સમયે લગભગ 9:02 વાગ્યે બિલ્ડિંગના પહેલા માળે આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે બિલ્ડિંગ સાયનમાં એલટીએમજી સાયન હોસ્પિટલની પાસે જ આવેલી છે. સુલોચના શેટ્ટી માર્ગ પર સ્થિત પંચશીલ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની છે.
લેવલ-૧ તરીકે વર્ણવાઈ આ આગને- આગનું કારણ હજી અકબંધ
મુંબઈ ફાયર વિભાગ (Mumbai Fire News) દ્વારા આ આગની ઘટનાને લેવલ -૧ ની આગ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તપાસ કરી હતી અને લગભગ 9:19 વાગ્યે આ આગને લેવલ I ગણાવી હતી. જોકે, અધિકારીઓએ હજુ સુધી આગનું કારણ શું છે તે મુદ્દે કોઈ ફોડ પાડ્યો નથી.
ફાયર વિભાગ (Mumbai Fire News)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર થઈ ગયા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી”
અંધેરીની બિલ્ડિંગમાં તાજેતરમાં જ લાગી હતી આગ- એક વ્યક્તિએ જીવ ખોયો હતો
મુંબઈના અંધેરી વિસ્તારમાં બહુમાળી રહેણાંક મકાનમાં આગ લાગવાને કારણે એક વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય એક વ્યક્તિને ગૂંગળામણથી પીડાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.
સોમવારની રાત્રે 10 વાગ્યે ઓબેરોય કોમ્પ્લેક્સમાં 13 માળની સ્કાયપૅન નામની બિલ્ડિંગના 11મા માળે એક ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી તેમાં વરિષ્ઠ નાગરિકનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે 1.49 વાગ્યે લગભગ ચાર કલાક પછી આ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
આ આગ (Mumbai Fire News)ને પગલે ધુમાડાના કારણે બે વ્યક્તિઓ ગૂંગળામણનો ભોગ બન્યા હતા અને તેઓને નજીકની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શનિવારે બપોરે બાંદ્રામાં એક ઝૂંપડપટ્ટીના ખિસ્સામાં લાગેલી આગમાં લગભગ 20 ઝૂંપડાં નાશ પામ્યા હતા અને અગ્નિશામકોએ એક કલાક સુધી ચાલેલી કામગીરી બાદ તેને કાબુમાં લીધી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ સાથે જ તમને જણાવી દઈએ કે બાંદ્રા (પૂર્વ)ના જ્ઞાનેશ્વર નગર વિસ્તારમાં શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આ અગમ કોઈ જાનહાનિ થઈ નહોતી. લેવલ-1 માં વર્ગીકૃત આ આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર એન્જિન, પાણીના ટેન્કરો, અગ્નિશામકો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.