કાટમાળ ઉપાડી લેવામાં આવ્યા પછી બૅરિકેડિંગ અને ફેન્સિંગ કરવામાં આવશે

23 May, 2026 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વાર ડિમોલિશન અને કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરી થઈ જાય પછી સમગ્ર વિસ્તારમાં બૅરિકેડિંગ અને ફેન્સિંગનું કામ શરૂ થશે

૩ દિવસની કાર્યવાહી અંતર્ગત તોડી પડાયેલા ગરીબનગરનો કાટમાળ હટાવવાની કાર્યવાહી સતત ચાલી રહી છે (તસવીર : સૈયદ સમીર અબેદી)

ગરીબનગરની ડિમોલિશન પ્રવૃત્તિની સાથે કાટમાળ હટાવવાની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે. ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘કાટમાળ દૂર કરવાની કામગીરી રાત-દિવસ આગળ વધી રહી છે. બાંદરા ટર્મિનસ બાજુ નજીક નૉર્થ સાઇડના કાટમાળનો લગભગ પચાસ ટકા કાટમાળ પહેલેથી જ દૂર કરી દેવામાં આવ્યો છે. એક વાર ડિમોલિશન અને કાટમાળ દૂર કરવાની કામગીરી પૂરી થઈ જાય પછી સમગ્ર વિસ્તારમાં બૅરિકેડિંગ અને ફેન્સિંગનું કામ શરૂ થશે.’

જોકે એ સાથે જ કાયદો અને વ્યવસ્થા અંગેની ચિંતાઓના જવાબમાં વિનીત અભિષેકે કહ્યું હતું કે અનેક સંભવિત પરિસ્થિતિઓ માટે વ્યાપક આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસ, ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમો સહિત સ્પૉટ પર દરરોજ લગભગ ૧૦૦૦થી ૧૨૦૦ કર્મચારીઓ તહેનાત રહે છે.

bandra brihanmumbai municipal corporation mumbai police mumbai high court bombay high court mumbai mumbai news