22 October, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સાહિત્ય સંસદ, સાંતાક્રુઝના ઉપક્રમે આજે, બાવીસ ઑક્ટોબરે સાંજે ૭ વાગ્યે જતિન બારોટ સ્વલિખિત કાવ્યોનું પઠન કરશે. સૌ સાહિત્યપ્રેમીઓને સહભાગી થવા નિમંત્રણ છે. સ્થળ : કનુભાઈ સૂચકનું નિવાસસ્થાન, ફ્લૅટ-નંબર બાવીસ, આઠમા માળે, ‘A’ બિલ્ડિંગ, શતદલ સોસાયટી, આઝાદ લેન, અંધેરી-વેસ્ટ.
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને થિયેટ્રિક્સ દ્વારા શુક્રવાર, ૨૩ ઑક્ટોબરે સાંજે ૬.૩૦ વાગ્યે ‘ગમતાંનો કરીએ ગુલાલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૪ વિશિષ્ટ એકોક્તિઓની ગુજરાતી સાહિત્ય અને નાટ્યજગતનાં ૪ સક્ષમ કલાકારો મેહુલ બુચ, ડૉ. પ્રીતિ જરીવાલા, દેવ જોશી અને માનસી પંડ્યા દ્વારા સાભિનય પ્રસ્તુતિ થશે. લેખક સંજય છેલ, ડૉ. પ્રીતિ જરીવાલા, ચેતન પવાર અને હુસૈની દવાવાલા છે. સંયોજન અને સંચાલન હુસૈની દવાવાલા અને આયોજન અજિંક્ય સંપટનું છે. કાર્યક્રમ માણવા જિજ્ઞેશ મકવાણાનો 91676 05061 નંબર પર સંપર્ક કરવો. સ્થળઃ SPJIMR ઑડિટોરિયમ (જ્ઞાન સભાગૃહ), ભવન્સ કૅમ્પસ, અંધેરી-વેસ્ટ.
કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી બાલભારતીમાં આપણું સાહિત્ય પરિવારો સુધી પહોંચે એ હેતુથી શરૂ કરાયેલી બાલભારતી પારિવારિક ‘વાર્તાવંત’ શ્રેણીનો ત્રેવીસમો મણકો શનિવારે ૨૪ ઑક્ટોબરે સાંજે ૭ વાગ્યે યોજાશે જેમાં જાણીતાં વાર્તાકાર મેધા ત્રિવેદી બે સ્વલિખિત વાર્તાઓનું પઠન કરશે. પઠનમાં એમના જીવનસાથી ગોપાલ ત્રિવેદી એમને સાથ આપશે. ઉપરાંત જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર અમૃત બારોટ બે સ્વલિખિત વાર્તાઓ રજૂ કરશે. સર્વે વાર્તારસિકોને જાહેર આમંત્રણ છે. જો કોઈને લાગતું હોય કે તેમના પરિવારના સભ્યોને વાર્તા વાંચવાની ઇચ્છા છે તો તેમણે એ માટે તેમ જ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે હેમંત કારિયાનો 98211 96973 નંબર પર અથવા હેમાંગ તન્નાનો 98208 19824 નંબર પર સંપર્ક કરવો.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાવ્યસંગીત, કવિ-સંમેલન, જૂની રંગભૂમિનાં ગીતો, નારીલક્ષી એકોક્તિ, ગઝલ ગુજરાતી, મસ્તીની પાઠશાળા, પરિસંવાદ, નાટ્યશિબિર, ભવાઈશિબિર તથા વિવિધ વિષયોને આવરતા પરિસંવાદનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. એ અંતર્ગત રવિવારે, ૨૪ ઑક્ટોબરે બપોરે ૩થી સાંજે ૭ વાગ્યા દરમ્યાન આયોજિત પરિસંવાદ બે સત્રમાં યોજાશે. પહેલા સત્રમાં મધ્યકાલીન કવિતાને કેન્દ્રમાં રાખી નરસિંહ મહેતા વિશે ડૉ. ઉર્વશી પંડ્યા, ઉપાધ્યાય યશોવિજયજી વિશે સેજલ શાહ અને પ્રેમાનંદ વિશે સતીશ વ્યાસ વક્તવ્ય આપશે. બીજા સત્રમાં ટૂંકી વાર્તાના પ્રવાહોને કેન્દ્રમાં રાખી ગુલાબદાસ બ્રોકર વિશે ડૉ. રતિલાલ રોહિત, વર્ષા અડાલજા વિશે ડૉ. અભય દોશી તથા સાંપ્રત વાર્તાકારો વિશે તેજલ શાહ વક્તવ્ય આપશે. સંચાલન ક્રિષ્ના ઓઝા કરશે. સર્વને જાહેર આમંત્રણ છે. સ્થળઃ કલાગુર્જરી, દશરથલાલ જોશી માર્ગ, વિલે પાર્લે (વેસ્ટ).