04 December, 2025 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ચેતવણી આપી છે કે ચારથી ૭ ડિસેમ્બર સુધી દરિયામાં સતત ૩ દિવસ મોટી ભરતી રહેશે. આ ભરતી દરમ્યાન દરિયામાં સાડાચાર મીટરથી વધુ ઊંચાં મોજાં ઊછળશે. મોટી ભરતીના દિવસોમાં લોકોએ દરિયાકિનારા નજીક જવાનું ટાળવું એવો નિર્દેશ કરવામાં આવ્યો છે. BMCના ઇમર્જન્સી મૅનેજમેન્ટ વિભાગે આપેલી માહિતી મુજબ પાંચમી ડિસેમ્બરે મધરાતે ૧૨.૩૯ વાગ્યે ૫.૦૩ મીટર ઊંચાં મોજાં ઊછળશે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે ચૈત્યભૂમિ અને શિવાજી પાર્ક આવતા અનુયાયીઓને પણ દરિયાકિનારે જવામાં યોગ્ય સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.
દરિયામાં ભરતીનો સમય
૪ ડિસેમ્બર રાતે ૧૧.૫૨ વાગ્યે - મોજાની ઊંચાઈ ૪.૯૬ મીટર
૫ ડિસેમ્બર સવારે ૧૧.૩૦ વાગ્યે - મોજાની ઊંચાઈ ૪.૧૪ મીટર
૫ ડિસેમ્બર મધરાતે ૧૨.૩૯ વાગ્યે - મોજાની ઊંચાઈ ૫.૦૩ મીટર
૬ ડિસેમ્બર બપોરે ૧૨.૨૦ - મોજાની ઊંચાઈ ૪.૧૭ મીટર
૬ ડિસેમ્બર મધરાતે ૧.૨૭ - મોજાની ઊંચાઈ ૫.૦૧ મીટર
૭ ડિસેમ્બર બપોરે ૦૧.૧૦ વાગ્યે - મોજાની ઊંચાઈ ૪.૧૫ મીટર