ગરમીથી બેહાલ, ટેમ્પરેચર હતું ૩૨, પણ લાગે જાણે ૪૦

29 March, 2022 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉકળાટ અને બફારાનું કારણ હતું પવનનો અભાવ અને ભેજનું વધારે પડતું પ્રમાણ

અસહ્ય ગરમીને લીધે હૅટ પહેરીને માથું પ્રોટેક્ટ કરીને ફૉર્ટથી સીએસએમટી તરફ જઈ રહેલી યુવતી. (તસવીર : સતેજ શિંદે)

મુંબઈમાં ગઈ કાલે તાપમાન તો ૩૨ ડિગ્રીની આસપાસ હતું, પણ બપોરના સમયે એટલી ગરમી લાગતી હતી કે જાણે ૪૦ ડિગ્રી તાપમાન હોય. આ ઉકળાટ અને બફારાનું કારણ હતું પવનનો અભાવ અને ભેજનું વધારે પડતું પ્રમાણ.

આ બફારાનું કારણ જણાવતા વેધશાળાના પ્રવક્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં ગઈ કાલે મેક્સિમમ તાપમાન ૩૨.૫ ડિગ્રી જ નોંધાયું હતું પણ પવન ન હોવાથી ભેજનું પ્રમાણ ૮૩ ટકા જેટલું હતું જેના કારણે ભારે ઉકળાટ અને બફારો હતો. સામાન્યપણે દરિયા પરના પવનો વાતા હોય ત્યારે એ ભેજ પણ પવન સાથે મૂવ થતો હોય છે, પણ હાલ પવન નથી જેના કારણે ભેજનું પ્રમાણ વધારે રહે છે અને ગરમી તો છે જ, એથી લોકોએ બફારાનો ભોગ બનવું પડે છે.’

83
મુંબઈમાં ગઈ કાલે આટલા ટકા ભેજનું પ્રમાણ હતું

Weather Update mumbai weather mumbai mumbai news