લોકોને પાટા પર ચાલવા ફરજ પાડવામાં આવી? રેલવે હડતાળમાં થયેલી મોત મામલે તપાસ શરૂ

08 November, 2025 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરિષ્ઠ GRP કહે છે કે `મુસાફરોને ટ્રેનમાંથી બહાર જવાની ફરજ પાડવામાં આવી હતી કે કેમ તે શોધવાની જરૂર છે` વરિષ્ઠ GRP અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ય મામલે હવે એ શોધવાનું છે કે મુસાફરોને ઊભેલી ટ્રેનમાંથી ઉતરી નીચે પાટા પર ચાલવાની ફરજ પાડવામાં આવી હતી?

પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે

મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનના મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન ખાતે રેલવે કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને કારણે ટીઆરનોસેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક લોકલ ટ્રેનની અડફેટે આવતા બે લોકોના મોત થયા હતા અને બીજા કેટલા લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના પાછળનું કારણ શું છે તેમ જ તેની પાછળ કોણ જવાબદાર છે તે મામલે હવે સરકારી રેલવે પોલીસે (GRP) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 6 નવેમ્બરના રોજ, એક ઝડપી લોકલ ટ્રેનની ટક્કર લગતા બે પ્રવાસીઓના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, રેલવે કર્મચારીઓની અચાનક હડતાળને કારણે એક લોકલ સ્ટેશનો વચ્ચે રોકાઈ ગઈ હતી, જેને લીધે પાંચેય પીડિતો આ લોકલ ટ્રેનમાંથી નીચે ઉતરીને પાટા પર ચાલી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની.

વરિષ્ઠ GRP કહે છે કે `મુસાફરોને ટ્રેનમાંથી બહાર જવાની ફરજ પાડવામાં આવી હતી કે કેમ તે શોધવાની જરૂર છે` વરિષ્ઠ GRP અધિકારીએ જણાવ્યું હતું કે કાર્ય મામલે હવે એ શોધવાનું છે કે મુસાફરોને ઊભેલી ટ્રેનમાંથી ઉતરી નીચે પાટા પર ચાલવાની ફરજ પાડવામાં આવી હતી કે નહીં. મૃતકની ઓળખ હેલી મોમાયા (19) તરીકે થઈ છે, જોકે, અન્ય મૃતક વ્યક્તિની ઓળખ હજી સુધી પુષ્ટિ થઈ નથી. આ સાથે કૈફ ચોગલે (22), ખુશબુ મોમાયા (45) અને યાફીઝા ચોગલે (62) ઘાયલ થયા હતા. GRP બીજા મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા અને પીડિતો વિશે વિગતો એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ચાલુ તપાસનો ઉલ્લેખ કરતા, DCP (સેન્ટ્રલ રેલવે) પ્રજ્ઞા જેડગેએ જણાવ્યું હતું કે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. CSMT GRP ના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી કટારેએ કહ્યું, "અમે તમામ શક્ય પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ."

વિરોધ શા માટે કરવામાં આવ્યો?

9 જૂનના રોજ મુંબ્રા ટ્રેન અકસ્માત, જેમાં પાંચ લોકોના મોત થયા હતા, તેના સંદર્ભમાં બે રેલવે એન્જિનિયરો સામે નોંધાયેલી FIRના વિરોધમાં CSMT રેલવે સ્ટેશન પર અચાનક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારી રેલવે પોલીસે (GRP) મુમ્બ્રા અકસ્માતમાં બે એન્જિનિયરો સામે FIR નોંધી હતી, જેમાં બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મુંબ્રા દુર્ઘટનાના ચાર દિવસ પહેલા ટ્રેકનો એક પહોળો થઈ ગયો હતો, જેના કારણે ટ્રેન દુર્ઘટનામાં પાંચ મુસાફરોના મોત થયા હતા. નૅશનલ રેલવે મઝદૂર યુનિયન (NRMU) અને સેન્ટ્રલ રેલવે મઝદૂર યુનિયન (CRMU) એ સંયુક્ત રીતે ગુરુવારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું, જેમાં આ FIR પાછી ખેંચવાની માગ કરવામાં આવી હતી.

mumbai local train sandhurst road mumbai trains train accident chhatrapati shivaji maharaj terminus csmt government railway police railway protection force mumbai railways central railway mumbai news