28 December, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રવિવારે સેન્ટ્રલ રેલવેનાં માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૦૫ થી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. દરમ્યાન માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ ટ્રેનોને અપ અને ડાઉન સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. આ બન્ને સ્ટેશનો વચ્ચે તમામ ટ્રેનો દરેક સ્ટેશન પર રોકાશે, જેને લીધે ટ્રેનો ૧૫ મિનિટ મોડી રહેશે.
CSMTથી સવારે ૧૧.૧૬થી સાંજે ૪.૪૭ વાગ્યા સુધી વાશી, બેલાપુર અને પનવેલ સુધીની ડાઉન ટ્રેનો તેમ જ CSMTથી સવારે ૧૦.૪૮થી સાંજે ૪.૪૩ વાગ્યા સુધી બાંદરા અને ગોરેગામ સુધીની ડાઉન ટ્રેનો બંધ રહેશે. પનવેલ, બેલાપુર અને વાશીથી સવારે ૯.૫૩થી બપોરે ૩.૨૦ વાગ્યા સુધી CSMT તરફની અપ ટ્રેનો તથા ગોરેગામ અને બાંદરાથી CSMT તરફની અપ સેવાઓ સવારે ૧૦.૪૫ થી સાંજે ૫.૧૩ વાગ્યા સુધી CSMT તરફની અપ ટ્રેનો રદ રહેશે.
બ્લૉક દરમ્યાન પનવેલ અને કુર્લા વચ્ચે ૨૦ મિનિટની ફ્રીક્વન્સી પર ખાસ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.