થર્ટીફર્સ્ટે વેસ્ટર્ન રેલવે મધરાત બાદ ચર્ચગેટ-વિરાર વચ્ચે બન્ને દિશામાં ચાર-ચાર સ્પેશ્યલ લોકલ દોડાવશે

27 December, 2024 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમામ સ્પેશ્યલ લોકલ બધાં સ્ટેશનો પર ઊભી રહેશે

પ્રતીકાત્મક તસવીર

થર્ટીફર્સ્ટ મનાવવા જનારા મુંબઈગરાઓ માટે વેસ્ટર્ન રેલવેએ ખાસ વ્યવસ્થા કરીને મધરાત બાદ ચર્ચગેટથી વિરાર અને વિરારથી ચર્ચગેટની વચ્ચે સ્પેશ્યલ લોકલ રાખી છે. બન્ને દિશામાં લોકલની ચાર-ચાર સ્પેશ્યલ સર્વિસ રાખવામાં આવી છે. ચર્ચગેટથી પહેલી સ્પેશ્યલ લોકલ મધરાત બાદ ૧.૧૫ વાગ્યે ઊપડશે. ત્યાર બાદ બીજી બે વાગ્યે, ત્રીજી ૨.૩૦ વાગ્યે અને ચોથી ૩.૨૫ વાગ્યે નીકળશે. આ જ રીતે વિરારથી પહેલી સ્પેશ્યલ લોકલ મધરાત બાદ સવાબાર વાગ્યે ઊપડશે. ત્યાર બાદ બીજી ૧૨.૪૫ વાગ્યે, ત્રીજી ૧.૪૦ વાગ્યે અને ચોથી ૩.૦૫ વાગ્યે નીકળશે. તમામ સ્પેશ્યલ લોકલ બધાં સ્ટેશનો પર ઊભી રહેશે. 

western railway mumbai local train virar churchgate mumbai mumbai news new year happy new year