29 October, 2026 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૬-૨૭ના ફાઇનૅન્શિયલ યર દરમ્યાન મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે તેજી જોવા મળી હોવાનું આંકડા પરથી જણાય છે. વર્ષના પહેલા ૬ મહિના દરમ્યાન મુંબઈમાં લક્ઝ્યુરિયસ ફ્લૅટોની ખરીદ અને વેચાણમાં ૩૨,૬૨૩ કરોડ રૂપિયાનો આર્થિક વ્યવહાર થયો હોવાનું આંકડા પરથી જાણવા મળ્યું છે. પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતના દરરોજ સરેરાશ ૧૭ જેટલા ફ્લૅટોનાં
ખરીદ-વેચાણ જાન્યુઆરીથી જૂન ૨૦૨૬ દરમ્યાન થયાં છે. ૬ મહિનામાં પાંચ કરોડ રૂપિયાથી વધુના ૩૧૪૫ ફ્લૅટોનાં ખરીદ-વેચાણ કરવામાં આવ્યાં હતાં.
એપ્રિલથી જૂન અને જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન આલીશાન અને મોંઘાદાટ ફ્લૅટોના વેચાણમાં ૧૦.૫ ટકાનો વધારો થયો છે. અંધેરી (વેસ્ટ)-વર્સોવા વિસ્તારમાં લક્ઝ્યુરિયસ હોમ્સના વેચાણમાં વર્ષના પહેલા ૩ મહિના કરતાં બમણો વધારો થયો છે, જ્યારે તાડદેવમાં આવાં ફ્લૅટોના ખરીદ-વેચાણમાં ૧૨૫ ટકાનો વધારો થયો છે.
વરલીમાં સૌથી વધુ મોંઘા ફ્લૅટો અને સૌથી વધુ ડીલ્સ
લક્ઝ્યુરિયસ હોમ્સની ડીલ્સના મામલે સૌથી વધુ આગળ પડતો વિસ્તાર વરલી છે. અહીં પાંચ કરોડથી વધુની કિંમતનાં ૨૭૫ ફ્લૅટોની ડીલ થઈ હતી જેની કુલ કિંમત ૫૫૫૮ કરોડ રૂપિયા હતી.
ચમકારા
૫૦ કરોડ રૂપિયા કરતાં વધુ કિંમત હોય એવા ૨૯ ફ્લૅટો વેચાયા.
૫૦ કરોડથી વધારે કિંમત ધરાવતા ફ્લૅટોની ડીલ્સમાં કુલ ૨૫૩૬ કરોડ રૂપિયાનો આર્થિક વ્યવહાર.
વર્ષના પહેલા ૩ મહિનામાં આવી ૯ જ્યારે પછીના ૩ મહિનામાં ૨૦ ડીલ્સ થઈ એટલે સંખ્યા બમણા કરતાં વધુ થઈ.
૨૦ લાખ રૂપિયા કરતાં વધુ ભાડું હોય એવા ૮ ફ્લૅટોના રેન્ટ-કૉન્ટ્રૅક્ટ થયા.
વરલીમાં એક ફ્લૅટ માટે એક મહિનાના ૨૮.૫૦ લાખ રૂપિયાના ભાડાનો કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો, ૨૮.૫૦ લાખ રૂપિયા પ્રતિ મહિનાના હિસાબે એ ફ્લૅટનું વાર્ષિક ભાડું ૩.૪૨ કરોડ રૂપિયા.