ઑગસ્ટની આ તારીખથી મુંબઈમાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી

01 August, 2022 06:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ ઓછો થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 2005 પછી સમગ્ર દેશમાં આ વર્ષના જુલાઈ મહિનાને સૌથી ભીનો મહિનો જાહેર કર્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ મહિનામાં નોંધાયેલો વરસાદ સામાન્ય કરતાં 16.9 ટકા વધુ છે. મુંબઈમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરસાદ ઓછો થઈ રહ્યો છે, એવું જાણવા મળે છે કે મુંબઈગરાને આગામી થોડા દિવસોમાં વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે.

5 ઑગસ્ટથી મુંબઈ અને કોંકણમાં સારો વરસાદ પડવાની શક્યતા

IMDના મુખ્ય વૈજ્ઞાનિક અને GFS મોડલ ગાઈડન્સની નવી આગાહી અનુસાર, મુંબઈ અને કોંકણમાં 5 ઑગસ્ટથી પશ્ચિમ કિનારે નીચા સ્તરના પશ્ચિમી પવનોના મજબૂતાઈ સાથે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક સપ્તાહથી, શહેરમાં લગભગ વરસાદ ન પડવાને કારણે, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ ઉપર ચાલી રહ્યું છે.

સોમવાર, 1 ઑગસ્ટના રોજ, સાંતાક્રુઝમાં 84 ટકાના સાપેક્ષ ભેજ સાથે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 31.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, કોલાબામાં 82 ટકાની સાપેક્ષ ભેજ સાથે લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જ્યારે રવિવાર, 31 જુલાઈના રોજ, સાંતાક્રુઝમાં 79 ટકાની સાપેક્ષ ભેજ સાથે લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 31.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દરમિયાન, કોલાબામાં 76 ટકા સાપેક્ષ ભેજ સાથે લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 31.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત શહેરમાં રવિવારનો દિવસ પણ સારો રહ્યો હતો.

mumbai mumbai news mumbai rains indian meteorological department