10 June, 2021 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઇમાં વરસાદની સાથે જ અકસ્માતનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. બુધવારે મોડી રાતે મુંબઇમાં આવેલા વરસાદને કારણે ચાર માળની બિલ્ડિંગ ધસી પડી જેમાં 11 લોકોના નિધન થઈ ગયા. આ અકસ્માત મુંબઇના મલાડ પશ્ચિમમાં થયું. આ અકસ્માત પર મુંબઇ મેયર કિશોરી પેડણેકરે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ ઇમારતમાં થયેલા ગેરકાયદેસર નિર્માણની તપાસ કરી દોષીઓને આકરી સજા આપવામાં આવશે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે અને દોષીઓની શોધ ચાલું છે. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે ભાજપ આ મામલે જે કહી રહી છે તેને કહેવા દો, તેમને લાગે છે કે બધી ભૂલ શિવસેનાની છે અને તે પોતે સાફ છે.
મેયર પેડણેકરે કહ્યું કે ભાજપ આ મામલે જે કહી રહી છે તેમને કહેવા દો તેમને લાગે છે કે બધી ભૂલ શિવસેનાની છે અને તે પોતે સાફ છે. આ વિશે બીએમસી અને જિલ્લા કલેક્ટરને સંપૂર્ણ માહિતી પહેલા જ આપી દેવામાં આવી હતી. મલાડ પશ્ચિમના એડિશનલ સીપી દિલીપ સાવંતે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ અકસ્માતમાં G+2 બિલ્ડિંગ બીજી બિલ્ડિંગ પર પડી ગઈ જેમાં 11 લોકોના દુઃખદ નિધન થઈ ગયા.
ઇમારતના માલિક અને કૉન્ટ્રેક્ટર પર કેસ
આ અકસ્માતમાં અત્યાર સુધી 18 લોકોને કાટમાળમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે 11ના નિધન થઈ ગયા છે. મલાડ પશ્ચિમના એડિશનલ સીપી દિલીપ સાવંતે જણાવ્યું કે પોલીસ આ અકસ્માતની તપાસ કરવામાં લાગેલી છે ઇન્વેસ્ટીગેશન રિપૉર્ટ આવ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઇમારતના માલિક અને ઠેકેદાર વિરુદ્ધ આઇપીસીની કલમ 304 (2) હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ માહિતી પણ મળી છે કે તાજેતરમાં જ આવેલા તૌકતે તોફાન પછી આ ઇમારતમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.