મુંબઈના મેયરની ચૂંટણી બિનવિરોધ નહીં થાય, શિવસેના (UBT) એનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે

06 February, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂળમાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદ માટે ખરાખરીનો ખેલ થવાનો છે. સ્થાયી સમિતિમાં સત્તાધારી અને વિરોધ પક્ષ બન્નેના સભ્યોની સંખ્યા ૧૩-૧૩ હતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં મેયરપદ અનામતને લગતી લૉટરીમાં જનરલ કૅટેગરી મહિલાના ફાળે ગયું છે. ૧૧ ફેબ્રુઆરીએ એની ચૂંટણી થવાની છે. BMCની ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાની યુતિ તરફથી મેયર અને ડેપ્યુટી મેયરના ઉમેદવાર ઊતરશે જ, પણ સાથે શિવસેના (UBT) એના ઉમેદવાર પણ મેદાનમાં ઉતારશે એવું જાણવા મળ્યું છે. ૭ ફેબ્રુઆરીએ શિવસેના (UBT)ની ઉમેદવાર મહિલા નગરસેવિકાઓ ફૉર્મ ભરે એવી શક્યતા છે. 

BJP દ્વારા મેયરપદ માટે ૩ નામ પર વિચારણા ચાલી રહી છે જેમાં રાજેશ્રી શિરવડકર, રિતુ તાવડે અને શીતલ ગંભીરનાં નામ છે. શિવસેનાને મળનારા ડેપ્યુટી મેયરના પદ માટે તૃષ્ણા વિશ્વાસરાવ અને યામિની જાધવનાં નામ પસંદગીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. વધુમાં સ્ટૅન્ડિંગ કમિટીના અધ્યક્ષનું પદ પણ BJP પોતાની પાસે રાખવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

મૂળમાં સ્થાયી સમિતિના અધ્યક્ષપદ માટે ખરાખરીનો ખેલ થવાનો છે. સ્થાયી સમિતિમાં સત્તાધારી અને વિરોધ પક્ષ બન્નેના સભ્યોની સંખ્યા ૧૩-૧૩ હતી. એથી BJP અને શિવસેનાએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની મદદ લેવાનું ઠેરવ્યું છે. અજિત પવારની NCPએ BMCની ચૂંટણી એકલા હાથે લડી હતી અને એના ૩ નગરસેવકો જીતી આવ્યા છે. 

mumbai news mumbai brihanmumbai municipal corporation bmc election uddhav thackeray bharatiya janata party bhartiya janta party bjp shiv sena political news maharashtra political crisis