આજે મેટ્રો થ્રીનાં દાદર અને સિદ્ધિવિનાયક સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ પૉઇન્ટમાં વધારે વિકલ્પો

06 December, 2025 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવવા–જવામાં સરળતા રહે એ માટે કેટલીક વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩નાં દાદર અને સિદ્ધિવિનાયક સ્ટેશન પર આજે શક્ય છે કે બહારગામથી ચૈત્યભૂમિ પર આવનારા ભાવિકોનો ધસારો રહે. આથી તેમને અને રેગ્યુલર આવતા-જતા પ્રવાસીઓને એન્ટ્રી-એક્ઝિટમાં, આવવા–જવામાં સરળતા રહે એ માટે કેટલીક વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

દાદર સ્ટેશન પર એન્ટ્રી–એક્ઝિટની વ્યવસ્થા

B3 : દાદરા અને એસ્કેલેટર (અપ–ડાઉન)
A2 : દાદરા, લિફ્ટ અને ઉપરની તરફ જતું એસ્કેલેટર 
A4 : દાદરા અને એસ્કેલેટર (અપ–ડાઉન)

સિદ્ધિવિનાયક સ્ટેશન

A1 : દાદરા
A3 : દાદરા અને ઉપર જતું એસ્કેલેટર 
A4 : દાદરા, લિફ્ટ અને ઉપર તરફ જતું એસ્કેલેટર
A5 : દાદરા અને ઉપર તરફ જતું એસ્કેલેટર
B1 : દાદરા, લિફ્ટ અને ઉપર જતું એસ્કેલેટર 
B2 :  દાદરા અને ઉપર જતું એસ્કેલેટર

mumbai metro mumbai metro rail corporation ltd mmrcl mumbai mumbai news