Mumbai Metro Drug Video: મુંબઈ મેટ્રોમાં ડ્રગ્સ!? શખ્સનો વિડીયો વાયરલ- મેટ્રોમાં સુરક્ષિતતાને લઈને સવાલ!

24 November, 2024 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Metro Drug Video: ડ્રગનું ખુલ્લેઆમ સેવન કરતાં શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી મેટ્રો જેવી જ મુંબઈ મેટ્રોની હાલત થઈ હોવાના સવાલ થઈ રહ્યા છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર મુંબઈ મેટ્રોમાંથી એવા દૃશ્યો વાયરલ (Mumbai Metro Drug Video) થયા હતા કે જેને ફરી એકવાર સૌને ચોંકાવી મૂક્યા છે. તમને જાણવી દઈએ કે અંધેરી વેસ્ટ શિટપોસ્ટિંગ નામના ઇંસ્ટા પેજ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં એક મુસાફરે વર્સોવા તરફ જતી મેટ્રો ટ્રેનમાં કથિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હોવાનું દેખાઈ રહ્યું છે.

મુંબઈ મેટ્રોમાં પ્રવાસીઓની સુરક્ષિતતા જોખમમાં?

આ રીતે ચાલુ મેટ્રોમાં અન્ય મુસાફરોની બાજુમાં બેસીને ડ્રગનું ખુલ્લેઆમ સેવન કરતાં શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી મેટ્રો જેવી જ મુંબઈ મેટ્રોની હાલત થઈ હોય એમ કહેવામાં અતિશયોક્તિ નથી. હવે દિલ્હી મેટ્રોની જેમ જ મુંબઈ મેટ્રોમાં પણ મુસાફરોની સુરક્ષિતતાને લઈને સવાલો ઊભા થયા છે. કોઈ એક યુઝરે તો આ વિડીયોની નીચે કમેન્ટ પણ કરી છે કે “શું આ વિડીઓ દિલ્હી મેટ્રોનો તો નથી ને?”

ક્યાંનો છે આ વિડીયો? ક્યારે બની આ ઘટના?

આ જે વિડીયો (Mumbai Metro Drug Video) પોસ્ટ કરવામાં આવ્યો છે તેની નીચે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, હવે મુંબઈ મેટ્રો ન્યૂ યોર્ક સબવેની જેમ ગંદી બની રહી છે. આ જે પોસ્ટ કરવામાં આવી છે તેના આધારે કહી શકાય કે આ ઘટના રાત્રે 9:47 વાગ્યાની આસપાસ બની હતી. ચકાલા સ્ટેશનથી પસાર થઈ રહેલી મેટ્રોમાં એક શખ્સ ડ્રગનું સેવન કરતો હોવાનું જણાઈ આવ્યું હતું. કહેવાય છે કે આ શખ્સ અંધેરી સ્ટેશન પર ઉતરી ગયો હતો.

યુઝર્સની કમેન્ટ્સ વાંચવા જેવી

આ વિડીયો (Mumbai Metro Drug Video) જ્યારથી પોસ્ટ કરવામાં આવ્યો છે ત્યારથી જ બહુ જ વાયરલ થઈ રહ્યો છે, લોકો આની પર જાતજાતની કમેન્ટ્સ લખી રહ્યા છે. 

એક યુઝરે તો લખ્યું હતું કે, "આ તો પ્રેન્ક લાગે છે," ત્યારે અન્ય યુઝરે તો મુંબઈ પોલીસને જ આડે હાથ લેતા લખ્યું હતું કે, "@mumbaipolice શું તમે સૂઈ રહ્યા છો? આ લોકો આ ગેરકાયદે સામગ્રી ક્યાંથી મેળવી રહ્યા છે?" તો એક યુઝર લખે છે કે, “આપણે બ્લૂ લાઇન, રેડ લાઇન અને યલો લાઇન બદલી રહ્યા છીએ, જ્યારે આ ભાઈ વ્હાઇટ લાઇનમાં અટવાયેલો છે”

તો કોઈએ તો આ વિડીયો (Mumbai Metro Drug Video) પોસ્ટ મૂકનારની જ ઝાટકણી કાઢી હતી અને લખ્યું હતું કે, “તેણીએ પણ આના વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચારવાનું બાજુ પર મૂકીને વિડિયો લઈને સોશિયલ મીડિયા પર મૂક્યો.”

આ રીતે મોટાભાગના યુઝર્સે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.  પરંતુ અત્યારસુધી મુંબઈ મેટ્રો અધિકારીઓ અથવા સ્થાનિક સત્તાવાળાઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હવે આ ઘટના પછી મુંબઈના જાહેર ટ્રાન્સપોર્ટ સેવામાં સુરક્ષિતતાને લઈને ફરી મોટો પ્રશ્ન ઊભો થયો છે.

mumbai news mumbai mumbai metro delhi metro rail corporation social media viral videos Crime News mumbai crime news offbeat news