✕

આજથી ૩ ‌દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની પર‌મિશન

17 October, 2026 11:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪ મેટ્રો આજથી દશેરા સુધી રાત્રે સાડાબાર વાગ્યા સુધી દોડશે, નવરાત્રિમાં રમવા જતા ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. મુંબઈ સબર્બન કલેક્ટરે આજથી ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર પર રમવાની પરવાનગી આપી છે ત્યારે મેટ્રો પણ તેમના પર મહેરબાન થઈ છે.

રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની પર‌મિશન

નવરાત્રિમાં રમવા જતા ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. મુંબઈ સબર્બન કલેક્ટરે આજથી ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર પર રમવાની પરવાનગી આપી છે ત્યારે મેટ્રો પણ તેમના પર મહેરબાન થઈ છે. ખેલૈયાઓ મોડી રાત સુધી રમ્યા પછી થાક્યા-પાક્યા શાંતિથી AC અને કમ્ફર્ટ સાથે ઘરે જઈ શકે એ માટે મેટ્રો હવે શનિ, રવિ, સોમ અને મંગળવારે દશેરા સુધી રોજ રાતના ૧૨.૩૦ વાગ્યા સુધી વધારાની ટ્રેનો દોડાવશે. દર ૧૫ મિનિટના ગૅપ પછી ટ્રેન છોડવામાં આવશે. મેટ્રો 2A પર વધારાની ૧૦ સર્વિસ દોડાવવામાં આવશે, જ્યારે મેટ્રો 7 અને મેટ્રો 9 પર વધારાની ૧૪ સર્વિસ દોડાવવામાં આવશે. એ જ રીતે મેટ્રો 2B પર વધારાની ૧૫ સર્વિસ દોડાવવામાં આવશે. 

mumbai news dussehra navratri Garba mumbai metropolitan region mmr mumbai metro mumbai festivals