ભારે વરસાદ અને તેજ પવનને લીધે નાયગાંવમાં ટ્રાન્સફૉર્મર પડી ગયું

22 June, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસ્તા પર કોઈ નહોતું એટલે મોટી દુર્ઘટના ટળી

તસવીરોઃ હનીફ પટેલ

તેજ પવન સાથે પડતા ભારે વરસાદને કારણે નાયગાંવ-વેસ્ટમાં વિજયપાર્ક વિસ્તારમાં વીજળીનું ટ્રાન્સફૉર્મર પડી ગયું હતું. સદ્નસીબે રોડ પર ટ્રાન્સફૉર્મર પડ્યું ત્યારે ત્યાંથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું એટલે મોટી દુર્ઘટના ટળી હતી. શુક્રવારે સવારે સાડાદસ વાગ્યે ટ્રાન્સફૉર્મર પડ્યું ત્યાર બાદ થોડા સમય માટે આ વિસ્તારની લાઇટ જતી રહી હતી. ટ્રાન્સફૉર્મર પડવાનો બનાવ ક્લોઝ્ડ સ​ર્કિટ ટેલિ​વિઝન (CCTV) કૅમેરામાં કેદ થયો હતો. સ્થાનિક રહેવાસીઓએ આટલા ગંભીર બનાવ માટે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (MSEDCL)ની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી તેમ જ MSEDSL તરફથી સાવચેતીનાં પગલાં લેવાય એવી અપીલ પણ કરી છે.

naigaon mumbai rains monsoon news mumbai monsoon mumbai mumbai news