મુકેશ અંબાણીને તિહાડ જેલમાંથી મોકલવામાં આવી હતી ધમકી

12 March, 2021 10:56 AM IST  |  Mumbai | Agency

મુકેશ અંબાણીને તિહાડ જેલમાંથી મોકલવામાં આવી હતી ધમકી

એસયૂવી કાર

જે ટેલિગ્રામની ચૅનલ (સાંકળ) થકી જૈશ-ઉલ-હિન્દ નામના સંગઠને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક વિસ્ફોટક ભરેલી એસયુવી મૂકી હોવાની જવાબદારી સ્વીકારી હતી અને તે ટેલિગ્રામ દિલ્હીના તિહાડ વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યો હોવાનું મુંબઈના સિનિયર પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

દિલ્હી પોલીસને આ વિશે માહિતી આપવામાં આવી છે. પોલીસે ટેલિગ્રામ ચૅનલ જે ફોન પર બનાવવામાં આવી હતી એ ફોનનું લોકેશન ટ્રૅક કરવા માટે પ્રાઇવેટ સાઇબર એજન્સીની મદદ લીધી હતી.

આ તપાસ દરમ્યાન ફોનનું લોકેશન દિલ્હીની તિહાડ જેલ નજીક ટ્રેસ થયું હતું.

૨૫ ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈના મુકેશ અંબાણીના બહુમાળી નિવાસસ્થાન ઍન્ટિલિયા નજીક જિલેટિન સ્ટિક્સ સાથેની એક કાર પાર્ક થયેલી જોવા મળી હતી.

પોલીસ-સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ટેલિગ્રામ ચૅનલ ૨૬ ફેબ્રુઆરીએ બનાવવામાં આવી હતી અને મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વાહન પાર્ક કરવાની જવાબદારી ઉઠાવનારો મેસેજ ટેલિગ્રામ મેસેજિંગ ઍપ પર ૨૭ ફેબ્રુઆરીએ રાતે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

mumbai mumbai news tihar jail mukesh ambani