ખારેગાંવ ક્રીક બ્રિજ વાહનો માટે ખુલ્લો મુકાયો

30 April, 2026 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બ્રિજ ૮૨૫ મીટર લાંબો છે અને ચાર લેનનો કૅરેજવે ધરાવે છે

ખારેગાંવ ક્રીક બ્રિજ

નવા બનેલા ખારેગાંવ ક્રીક બ્રિજને બુધવારે સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલના ઉદ્ઘાટનથી મુંબઈ-નાશિક હાઇવે પર મુસાફરી કરતા હજારો મુસાફરોને રાહત મળશે. માઝીવાડા-વડપે રોડને પહોળો કરવાના પ્રોજેક્ટ હેઠળ બનાવાયેલો આ બ્રિજ ૮૨૫ મીટર લાંબો છે અને ચાર લેનનો કૅરેજવે ધરાવે છે. ૧૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજને પગલે થાણે, મુંબઈ, મુંબ્રા, કલવા, ભિવંડી, કલ્યાણ અને નાશિકથી મુસાફરી કરતા મુસાફરોની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.

mumbai news mumbai thane mumbra kalwa bhiwandi kalyan nashik