Mumbai News: ક્યાંક કોઈ ગટર બ્લૉક તો નથીને?

29 April, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai News: માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ‍પાટોત્સવ અને કેરી મનોરથ ઊજવાયો અને વધુ સમાચાર

તસવીર : શાદાબ ખાન

મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પર આવેલા મોટા નાળાની BMCના કામદારોએ ચકાસણી કરી હતી. કોઈ મૅનહોલ બ્લૉક છે કે નહીં એ જાણવા માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ‍પાટોત્સવ અને કેરી મનોરથ ઊજવાયો

તસવીર : આશિષ રાજે

સી. પી. ટૅન્કના માધવબાગના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો ગઈ કાલે ૧૫૧મો પાટોત્સવ હતો. એ નિમિત્તે ઠાકોરજીનો કેરી મનોરથ ઊજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે સવારથી જ વેદ-મંત્રોચ્ચાર અને વિશેષ પૂજન થયા બાદ સાંજે ૫.૩૦ વાગ્યાથી કેરી મનોરથનાં દર્શન ખુલ્લાં મુકાયાં હતાં. 

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai airport chhatrapati shivaji international airport