31 December, 2025 08:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મુંબઈના મલાડ પૂર્વમાં આવેલી A1 હૉટેલના ઇલેક્ટ્રિક પ્લગ પોઇન્ટમાં કથિત રીતે છુપાયેલ કૅમેરા મળી આવ્યા હોવાનો ચોંકાવનારી ખુલાસો થાય બાદ, આ મામલે હવે કેસ નોંધવામાં આવ્યો છે. 27 ડિસેમ્બરના રોજ દફ્તરી રોડ પર પ્રગતિ શૉપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી આ હૉટેલમાં ચેક-ઇન કરનારા એક યુવાન દંપતીએ આ કૅમેરા જોયો હતો અને ઘટના સામે આવી હતી.
મિડ-ડેના અહેવાલ મુજબ, છુપાયેલ કૅમેરા જ્યાં દંપતી રોકાયા હતા તે રૂમ નંબર A-3 માંથી મળી આવ્યા હતા. કપલે રાત્રે 9 વાગ્યે ચૅક-ઇન કર્યું હતું, જોકે, સવારે, મહિલાએ રૂમના દરવાજા પાસેના એક ન વપરાયેલ સોકેટમાંથી વાયર નીકળતો જોયો અને આશ્ચર્યજનક રીતે, એક છુપાયેલ મીની કૅમેરા મળ્યો અને તરત જ 103 પર પોલીસને જાણ કરી હતી. દિંડોશી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ઉપકરણ જપ્ત કર્યા અને મહિલાની ફરિયાદ પણ નોંધી. પોલીસ અધિકારીને ટાંકીને, મિડ ડેએ અહેવાલ આપ્યો કે મહિલાએ આરોપ લગાવ્યો છે કે A1 હૉટેલના માલિક, મૅનેજર અને અન્ય લોકોએ સંમતિ વિના ગુપ્ત રીતે મહેમાનો, જેમાં મહિલાનો પણ સમાવેશ થાય છે, તેનો વીડિયો રેકોર્ડ કરવા માટે જાણીજોઈને છુપાયેલ કૅમેરા લગાવ્યો હતો.
દિંડોશી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT ઍક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વધુમાં, કૅમેરાને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે, અને હાલમાં, આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. A1 હૉટેલના અન્ય રૂમમાં આવા છુપાયેલા કૅમેરા લગાવવામાં આવ્યા હતા કે કેમ તે તપાસ પણ ચાલી રહી છે.
આ દરમિયાન, 2025 ઑક્ટોબરની શરૂઆતમાં, નવી મુંબઈમાં, તલોજા-ધનસરના એક ફાર્મહાઉસના મૅનેજરની બાથરૂમમાં લગાવેલા છુપાયેલા કૅમેરા દ્વારા મહિલાઓના ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પાર્ટી માટે ફાર્મહાઉસની મુલાકાત લેતી મહિલાઓએ કૅમેરા શોધી કાઢ્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. ખારઘર સૅક્ટર 27ના રંજનપાડાનો રહેવાસી આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી રિરયન્સ ફાર્મહાઉસનું સંચાલન કરી રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે કથિત રીતે બે બાથરૂમમાં જાસૂસી કૅમેરા લગાવ્યા હતા અને મહિલાઓ અને યુવતીઓ જ્યારે સ્નાન કરી રહી હતી અથવા કપડાં બદલી રહી હતી ત્યારે તેમના વીડિયો રેકોર્ડ કર્યા હતા.
બન્ટી-બબલી સ્ટાઇલની છેતરપિંડી કરીને ભાગી ગયેલા ચોર-કપલની બોરીવલી પોલીસે નવસારીથી ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી ૪૦ વર્ષનો ગૌરવ શાહ અને ૪૦ વર્ષની રીના શાહે કૅનેડામાં નોકરી અને વર્ક-વીઝા આપવાનું પ્રૉમિસ આપીને લગભગ ૩૭ જેટલા નોકરી ઇચ્છતા લોકોને છેતર્યા હતા.