Mumbai:  વસૂલી મામલે પરમબીર સિંહ વિરુદ્ધ 400 પાનાની ચાર્જશીટ દાખલ, જાણો વધુ

04 December, 2021 08:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર (Maharashtra)માં મુંબઇ પોલીસ (Mumbai Police)ની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh)વિરુદ્ધ જબરજસ્તી વસૂલી મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

પરમબીર સિંહ

મહારાષ્ટ્ર (Maharashtra)માં મુંબઇ પોલીસ (Mumbai Police)ની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh)વિરુદ્ધ જબરજસ્તી વસૂલી મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ગોરેગાંવની કથિત રિકવરી મામલે મુંબઈ પોલીસે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, સચિન વઝે, અલ્પેશ પટેલ અને સુમિત સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ વતી પરમબીર સિંહ વિરુદ્ધ 400 પાનાનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરમબીર સિંહ અને સચિન વઝેને કેસની આગામી તારીખે આ ચાર્જશીટની દરેક નકલ આપવામાં આવશે. આ અંગે માહિતી આપતાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ શેખર જગતાપે જણાવ્યું હતું કે શનિવારે તમામ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.


પરમબીર સિંહે તેમનું નિવેદન નોંધ્યું હતું

નોંધનીય છે કે પરમબીર સિંહે ગત અઠવાડિયે રિકવરી મામલે પોલીસની સામે પોતાનું નિવેદન નોંધ્યું હતું. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11 એ એસ્પ્લેનેડ કોર્ટમાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને સચિન વઝે અને અન્ય ત્રણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ગોરેગાંવ કથિત ખંડણી કેસમાં પરમબીર સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

પરમબીર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
 
મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે IPS ઓફિસર પરમબીર સિંહ અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રેન્કના એક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. પરમબીર સિંહ વિરુદ્ધ  અનેક આરોપ સાથે FIR નોંધવામાં આવી હતી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને 1988 બેચના આઈપીએસ અધિકારી સિંહ (59)ને સસ્પેન્ડ કરવાનો આદેશ એ દિવસે મંજૂર કરવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કરોડરજ્જુની સર્જરી કરાવ્યા બાદ 12 નવેમ્બરે અહીંની ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

એક અધિકારીએ માહિતી આપી છે કે સસ્પેન્શન ઓર્ડરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારે ચોક્કસ અનિયમિતતાઓ અને ક્ષતિઓ માટે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં સૂચના વિના ફરજમાંથી ગેરહાજરીનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે પરમબીર સિંહ મહારાષ્ટ્ર હોમગાર્ડના વડા તરીકે નિયુક્ત થયા પછી છેલ્લા છ મહિનામાં દેખાયા ન હતા.

mumbai mumbai news mumbai police param bir singh