20 April, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટ અને મરીન લાઇન્સ વચ્ચે વાનેખેડે સ્ટેડિયમને જોડતા ફુટ ઓવર બ્રિજનો ગર્ડર મૂકવાનો હોવાથી શનિવાર મધરાત બાદ ૧.૧૫ વાગ્યાથી પરોઢિયે ૪.૧૫ વાગ્યા સુધીનો નાઇટ બ્લૉક રાખવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન કેટલીક ટ્રેનો કૅન્સલ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ સુધી શૉર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે.
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વિદ્યાવિહાર દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૦.૫૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે.
ટ્રાન્સ-હાર્બર લાઇનમાં સવારના ૧૧.૧૦ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન થાણેથી નેરુળ, વાશી, પનવેલની ટ્રેનો નહીં દોડે.