વેસ્ટર્ન રેલવેમાં નાઇટ બ્લૉક જ્યારે સેન્ટ્રલમાં મેગા બ્લૉક

12 May, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્બર લાઇનમાં સવારે ૧૦.૪૦ વાગ્યાથી બપોરે ૪.૪૦ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેમાં માહિમથી સાંતાક્રુઝ વચ્ચે શનિવારે મધરાત બાદ ૧.૦૦ વાગ્યાથી પરોઢિયાના ૪.૩૦ સુધીનો નાઇટ બ્લૉક રાખવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન સ્લો ટ્રૅક પરની લોકલ ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. રવિવારે દિવસે કોઈ બ્લૉક નથી.     

સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. માટુંગાથી મુલુંડ વચ્ચે ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન ફાસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. 

હાર્બર લાઇનમાં સવારે ૧૦.૪૦ વાગ્યાથી બપોરે ૪.૪૦ વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન કુર્લાથી વાશી વચ્ચે ટ્રેનો નહીં દોડે. એથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કુર્લા અને વાશીથી પનવેલ વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે.

mumbai news mumbai western railway mega block matunga mulund harbour line