Mumbai: Googleના CEO સુંદર પિચાઇ વિરુદ્ધ FIR નોંધાઇ, જાણો વિગતો

26 January, 2022 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે એક કૉર્ટના આદેશ બાદ પિચાઈ વિરુદ્ધ કૉપી રાઇટની કલમ હેઠળ એફઆઇઆર નોંધી છે.

સુંદર પિચાઈ (ફાઇલ તસવીર)

FIR Against Google CEO: મુંબઈ પોલીસે ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે એક કૉર્ટના આદેશ બાદ પિચાઈ વિરુદ્ધ કૉપી રાઇટની કલમ હેઠળ એફઆઇઆર નોંધી છે.

શું છે આખી ઘટના?
ભારતીય ફિલ્મમેકર અને ડિરેક્ટર સુનીલ દર્શને કૉર્ટમાં ફરિયાદ કરી હતી કે તેની બનાવેલી ફિલ્મ યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવી છે. જેના પછી કૉર્ટ મુંબઈ પોલીસને કેસ દાખલ કરી તપાસના આદેશ આપ્યા હતા. તે આદેશ બાદ MIDC પોલીસે પિચાઈ સહિત છ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરિયાદકર્તાએ શું કહ્યું?
ફરિયાદકર્તા ફિલ્મમેકર અને ડિરેક્ટર સુનીલ દર્શને જણાવ્યું કે તેની ફિલ્મ `એક હસીના થી એક દીવાના થા`નો કૉપીરાઇટ તેમણે કોઈને નથી આપ્યા. તેમ છતાં અનેક વ્યક્તિઓ દ્વારા આ ફિલ્મના ગીત અને વીડિયો ગૂગલ અને યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે આ ફિલ્મના ગીત અને વીડિયો અપલોડ થઈ રહ્યા હતા, ત્યારે યૂટ્યૂબ અને ગૂગલે આને અપલોડ કરવાની પરવાનગી પણ આપી હતી. જેને કારણે તે લોકોએ કરોડો રૂપિયાની કમાણી કરી અને તેનું (ફિલ્મમેકરનું) કરોડોનું નુકસાન કરાવ્યું.

ફરિયાદકર્તની ફરિયાદના આધારે સુંદર પિચાઈ સિવાય ગૌતમ આનંદ (યૂટ્યૂબના MD) સહિત બીજા ગૂગલના અધિકારીઓ વિરુદ્ધ કૉપીરાઇટની કલમ 51,63 અને 69 હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે.

Mumbai mumbai news mumbai police google