6 મહિનાથી ગુમ 4 વર્ષની છોકરીને મુંબઈ પોલીસે પરિવાર સાથે મળાવી, આનંદ મહિન્દ્રાએ કર્યા વખાણ

24 November, 2025 09:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યારે ખોવાયેલી છોકરીએ પોલીસને જોઈ, ત્યારે તેમનાથી ભાગવાને બદલે, તે તેમની તરફ દોડી ગઈ અને નજીકના પોલીસકર્મીને ગળે વળગી ગઈ. આનંદ મહિન્દ્રાએ તેમની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું, "મુંબઈ પોલીસ, તમે અમને આશા અને ખુશીની ભેટ આપી છે."

X પર પોસ્ટ કરનારે AI તસવીર શૅર કરી હતી (જમણે) અને (ડાબે) આ કેસની સાચી તસવીર પણ શૅર કરવામાં આવી હતી

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચૅરમૅન અને દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ મુંબઈ પોલીસની પ્રશંસા કરી છે. મુંબઈ પોલીસે છ મહિનાથી ગુમ થયેલી 4 વર્ષની બાળકી આરોહીને તેના પરિવાર સાથે ફરીથી મળાવી છે. આ છોકરી મે મહિનામાં મુંબઈથી ગુમ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર, આનંદ મહિન્દ્રાએ મુંબઈ પોલીસના કાર્યને વિશ્વના શ્રેષ્ઠમાંના એક તરીકે વર્ણવ્યું છે. આનંદ મહેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમણે અનેક વખત વાયરલ વીડિયો કે કોઈ બાબત શૅર કરી છે. આ સાથે તેમણે મુંબઈ પોલીસ માટે કરેલી આ પોસ્ટને પણ લોકો બિરદાવી રહ્યા છે.

આનંદ મહિન્દ્રાની પોસ્ટમાં શું છે?

આનંદ મહિન્દ્રાએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ રીટ્વીટ કરી જેમાં આરોહીની વાર્તા કહેવામાં આવી હતી. આ પોસ્ટ X યુઝર મોહિની મહેશ્વરી દ્વારા શૅર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસે કેવી રીતે દ્રઢતાથી કામ કર્યું અને છોકરીને શોધી કાઢી. 14 નવેમ્બર, ચિલ્ડ્રન ડેના રોજ છોકરીને તેના પરિવારને પરત કરવામાં આવી હતી. મોહિની મહેશ્વરીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આરોહીના ગુમ થયા પછી મુંબઈ પોલીસે કેસ બંધ કર્યો નથી.

મુંબઈ પોલીસે છોકરીની શોધ કેવી રીતે કરી?

પોસ્ટમાં સમજાવ્યું છે કે કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના શર્ટના ખિસ્સામાં છોકરીનો ફોટો પણ રાખતા હતા. જાણે કે તે તેમની પોતાની પુત્રી હોય. પોલીસે આખા શહેરમાં પોસ્ટરો વહેંચ્યા અને દરેક પુરાવાની તપાસ કરી. જ્યારે આરુષિને મુંબઈ પરત લાવવામાં આવી, ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઍરપોર્ટ પર ફુગ્ગાઓ અને નવા વાદળી ફ્રૉક સાથે તેનું સ્વાગત કર્યું.

અહીં જુઓ વાયરલ પોસ્ટ

આનંદ મહિન્દ્રાએ પ્રશંસામાં શું કહ્યું?

જ્યારે છોકરીએ પોલીસને જોઈ, ત્યારે તેમનાથી ભાગવાને બદલે, તે તેમની તરફ દોડી ગઈ અને નજીકના પોલીસકર્મીને ગળે લગાવ્યા. આનંદ મહિન્દ્રાએ તેમની પોસ્ટ પર જવાબ આપતા લખ્યું, "મુંબઈ પોલીસ, તમે અમને આશા અને ખુશીની ભેટ આપી છે. તે જ તમને વિશ્વના શ્રેષ્ઠ પોલીસ દળોમાંના એક બનાવે છે."

મુંબઈ પોલીસ પ્રત્યે લોકોએ પ્રેમ વરસાવ્યો

સોશિયલ મીડિયા યુઝર્સે આ વાર્તા પર પ્રેમ અને પ્રશંસાનો વરસાદ કર્યો. લોકોએ પોલીસની ભાવના અને છોકરીને સુરક્ષિત રીતે પાછી લાવવા માટે તેમની મહેનતની પ્રશંસા કરી. કમેન્ટ્સમાં લોકોએ મુંબઈ પોલીસનો તેમના સમર્પણ માટે આભાર માન્યો.

ભારતના ૧૦ મોસ્ટ વૅલ્યુએબલ ફૅમિલી બિઝનેસમાં મહિન્દ્રા પણ સામેલ

મહિન્દ્રા પરિવાર ૫.૪ લાખ કરોડ રૂપિયાનું મૂલ્યાંકન ધરાવે છે. ત્રીજી પેઢીના ઉદ્યોગસાહસિક આનંદ મહિન્દ્રાના નેતૃત્વ હેઠળ મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા (M&M) ઑટોમોબાઇલ, ઑટો ઘટકો અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલા વૈવિધ્યસભર સમૂહમાં વિકસી છે. ૧૯૪૫માં સ્થપાયેલા જૂથનો વારસો સ્થિતિસ્થાપકતા, નવીનતા અને ટકાઉ વિકાસ માટે ભવિષ્ય-કેન્દ્રિત અભિગમ દ્વારા વ્યાખ્યાયિત થયેલો છે.

anand mahindra mumbai police social media mumbai news mumbai mumbai crime branch