15 May, 2025 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાપુરાવ મધુકર દેશમુખ
મુંબઈના ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ મંગળવારે રાતે ગોવંડીના શિવાજીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ૫૭ વર્ષના બાપુરાવ મધુકર દેશમુખની ૧ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે ધરપકડ કરી હતી. શિવાજીનગરની એક સ્કૂલના ૪૧ વર્ષના ટ્રસ્ટી પાસેથી અઢી લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી જેના પહેલા હપ્તાના ૧ લાખ રૂપિયા સ્વીકારતાં ACBએ બાપુરાવને રંગેહાથ ઝડપી લીધા હતા. અસામાજિક તત્ત્વો સાથેના વિવાદમાં તેમનાથી સ્કૂલને સુરક્ષિત રાખવા પોલીસ પાસે ગયેલા ટ્રસ્ટી પાસેથી લાંચ માગવામાં આવી હતી.