મુંબઈ પોલીસે કપિલ શર્માના ઘરે જઈને ઍડ્રેસ કન્ફર્મ કર્યું

12 July, 2025 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની સિક્યૉરિટીમાં કોઈ વધારો કરાયો નથી

કપિલ શર્મા

સ્ટૅન્ડઅપ કૉમેડિયન કપિલ શર્મા અને તેની પત્નીએ કૅનેડામાં ૪ જુલાઈએ રેસ્ટોરાં ખોલી છે. બુધવારે મધરાત બાદ ૧.૫૦ વાગ્યે કોઈએ એ રેસ્ટોરાં પર ફાયરિંગ કર્યું હતું. એ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. મુંબઈ પોલીસે આ ઘટના બાદ તેના ઓશિવરામાં આવેલા નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. પોલીસની એક ટીમ તેના ઓશિવરામાં આવેલા DHL ઍન્ક્લેવ બિલ્ડિંગમાં પહોચી ગઈ હતી અને તેનું ઍડ્રેસ કન્ફર્મ કર્યું હતું. એક પોલીસ ઑફિસરે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે તેની સિક્યૉરિટીમાં કોઈ વધારો કરાયો નથી કે તેનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવ્યું નથી.

kapil sharma canada oshiwara mumbai police mumbai mumbai news