Mumbai-Pune Expressway Incident: મુંબઈથી પૂણે જતી 36 મુસાફરોની બસનું ફાટ્યું ટાયર, મિનિટોમાં જ બસ ભડથું

27 April, 2024 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai-Pune Expressway Incident: આ દુર્ઘટના આજે સવારે 7:30 કલાકની આસપાસ અધેગાંવ સીમમાં બસનું ટાયર ફટવાને કારણે બની હતી.

આગની પ્રતીકાત્મક તસવીર

અવારનવાર મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પરથી અકસ્માત (Mumbai-Pune Expressway Incident) ના સમાચાર સામે આવતા હોય છે. હવે આજે એક ફરી મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે.  પ્રાપ્ત માહિતી અનુસાર એક ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બસમાં ટાયર ફાટી જવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. અહેવાલો અનુસાર આ બસ મુંબઈથી પુણે શહેરમાં જઈ રહી હતી. આ ઘટના સવારે આહે ગામની સીમમાં બની હતી.

બસમાં કેટલા પ્રવાસીઓ હતા? આ ઘટના કેટલા વાગ્યે બની હતી?

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના આજે સવારે 7:30 કલાકની આસપાસ અધેગાંવ સીમમાં બસનું ટાયર ફટવાને કારણે બની હતી. ટાયર ફાટી જતાં તરત જ ક્ષણભરમાં બસમાં આગ ફાટી નીલી હતી. જે બાદ શોર્ટ સર્કિટના કારણે આખી બસમાં આગ ફેલાઈ ગઈ હતી. આ બસમાં 36 જેટલા મુસાફરો પ્રવાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે. ટાયર ફાટવાની માહિતી (Mumbai-Pune Expressway Incident) મળતા જ બસના ચાલકે કાર્યવાહી કરી તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. જેને કારણે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ બચી ગઈ હતી.

હાશ, મોટી દુર્ઘટના ટળી

ખાનગી બસમાં અચાનક આગ લાગવાથી મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત અને ઘણા મુસાફરોના મોત પણ થઈ શક્ય હોત પરંતુ ડ્રાઈવરે સાવચેતી દાખવતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટના અંગે પિંપરી ચિંચવડ પોલીસ અધિકારીએ કઈ માહિતી આપી?

“આ ઘટના શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ શિરગાંવ પરંદવાડી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં બની હતી. તમામ મુસાફરો અને ડ્રાઈવર સમયસર નીચે ઉતરી શક્યા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. શંકાસ્પદ રીતે ટાયર ફાટવાને કારણે આગ લાગી હતી,” એમ પિંપરી ચિંચવડ પોલીસ અધિકારક્ષેત્રના એક અધિકારીએ કહ્યું હતું. 

આગને કાબુમાં મેળવવા કરાયો સઘન પ્રયત્ન

ઇન્ડિયન રિઝર્વ બટાલિયન (IRB)ની પેટ્રોલિંગ ટીમ, ફાયર વિભાગ અને વડગાંવ માવલ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઝડપથી ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. મુંબઈ-પુણે એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway Incident) પરની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ ઘટનાની જાણ કરી અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

એક્સપ્રેસ વે પરના ટ્રાફિકને થઈ અસર

આ મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે.  વિડીયોમાં જોઈ શકાય છે કે બસ સંપૂર્ણ રીતે આગમાં લપેટાઈ ગઈ હતી કારણ કે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉછળતા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ સફળતાપૂર્વક આગને કાબુમાં લીધી હતી, પરંતુ તીવ્ર આગને કારણે બસને સંપૂર્ણ નુકસાન થયું હતું. અગ્નિશામક પ્રયાસોને સરળ બનાવવા અને વિસ્તારમાં પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા એક્સપ્રેસવે (Mumbai-Pune Expressway Incident) પરનો ટ્રાફિક ક્ષણભરમાં બંધ થઈ ગયો. સત્તાવાળાઓ હાલમાં આગના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છે. આ સાથે જ મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં મદદ કરી રહ્યાં છે.

mumbai news mumbai mumbai pune expressway road accident fire incident