17 July, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના ચુનાભઠ્ઠીમાં આજે સવારે પોસ્ટલ કોલોની પાસે એક રોડ એક્સિડન્ટ (Mumbai Road Accident) થયો હતો. અહીં એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે મુંબઈના ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.ખાસ કરીને સાઉથ તરફ જતા રોડ પર ભારે ભીડ થઈ ગઈ હતી. અકસ્માત સ્થળના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.જેમાં સફેદ રંગની મોટી ટ્રક અને તેની અડફેટે આવેલા અનેક વેહિકલ્સ જોવા મળે છે. આ બધા જ વાહનોને ઉપાડવા માટે ક્રેન તૈનાત કરવામાં આવી હતી. હાલમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ખોરવાઇ ગયેલી ટ્રાફિકવ્યવસ્થાને પૂર્વવત કરી રહ્યા છે.
આ એક્સિડન્ટ વિશે મળી રહેલી મહિતી અનુસાર સવારે આઠ વાગ્યાની આસપાસ ટ્રક પલટી જવાને કારણે પોસ્ટલ કોલોનીની દક્ષિણ તરફ જતી ટ્રાફિકવ્યવસ્થા (Mumbai Road Accident) ખોરવાઇ ગઈ હતી. ત્યારબાદ બે કલાકે અસરગ્રસ્ત વેહિકલ્સને રોડ પરથી દૂર કરાયા હતાં અને ટ્રાફિકની અવરજવર ફરી થાળે પડી હતી.
અત્યાર સુધી ટ્રક ડ્રાઈવર અથવા અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાની કોઈ માહિતી મળી નથી. આ રોડ એક્સિડન્ટ કયા કારણોસર થયો તે અંગે પણ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. માત્ર આ ભીષણ હાદસાને લીધે લગભગ બે કલાક સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો.
મુંબઈ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયામાં ખોરવાયેલી ટ્રાફિક વ્યવસ્થા અંગે અપડેટ શેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ટ્રક પલટી જતાં (Mumbai Road Accident) પોસ્ટલ કોલોની (ચુનાભઠ્ઠી) ખાતે દક્ષિણ તરફનો ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.
હજી હમણાં જ મુંબઈના અંધેરીમાં મોટરસાઇકલની ટક્કર વાગતાં એક કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. બંને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. છોકરીની કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે અંબોલી પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલમાં જ અંધેરી વેસ્ટમાં એક મોટો રોડ એક્સિડન્ટ (Mumbai Road Accident) થયો હતો. હજી તો તેને માંડ અઠવાડિયું થયું છે ત્યાં ફરી પાછો આ મૅજએ એક્સિડન્ટ થતાં ચકચાર મચી જવા પામી છે. અંધેરીઆ એક બેસ્ટ બસે અનેક વાહનોને અડફેટે લીધાં હતા. આ હાદસામાં બેથી ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઆ ૧૨થી ૧૩ ઓટોરિક્ષા સહિત લગભગ ૧૪ વાહનોને નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બસ ડ્રાઈવરે દાવો કર્યો હતો કે વાહનની બ્રેક ફેઇલ ઠાવને કારણે આ એક્સિડન્ટ થયો હતો.