સિક્યૉરિટી ગાર્ડ્‍સની સંખ્યા ઘાટકોપર-વર્સોવા મેટ્રો 1નાં સ્ટેશનો પર વધારવામાં આવશે

15 November, 2025 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા સુરક્ષા કર્મચારીઓ પર મેટ્રો 1 ત્રણ વર્ષમાં ૪૨.૨૬ કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ફાઇલ તસવીર

ઘાટકોપરથી વર્સોવા વચ્ચે ચાલતી મેટ્રો 1નાં સ્ટેશનો પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ૧૨ સ્ટેશનો પર કુલ ૫૧૬ ગાર્ડ્સને તહેનાત કરવા માટે એજન્સીને કામ સોંપવાનો નિર્ણય લીધો છે, જેનું ટેન્ડર તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યું છે.

૨૦૧૪થી મેટ્રો 1 કાર્યરત છે. એમાં રોજના સરેરાશ ૫.૫ લાખ મુસાફરો મુસાફરી કરે છે. નવા સુરક્ષા કર્મચારીઓ પર મેટ્રો 1 ત્રણ વર્ષમાં ૪૨.૨૬ કરોડ રૂપિયા ખર્ચ કરશે. સિક્યૉરિટી સુપરવિઝન ઑફિસર, સુપરવાઇઝર, ગાર્ડ્સ ઉપરાંત લેડીઝ ગાર્ડ પણ નવી ફોર્સમાં સામેલ હશે.

સ્ટેશનો પર નવા ગાર્ડ્‍સની સંખ્યા

વર્સોવા

૩૭

ડી. એન. નગર

૩૭

આઝાદનગર

૩૭

અંધેરી

૭૧

વેસ્ટર્ન એક્સપ્રેસવે

૩૭

ચકાલા

૪૦

ઍરપોર્ટ રોડ

૩૭

મરોલ નાકા

૩૯ 

સાકીનાકા

૪૦

અસલ્ફા

૩૭

જાગૃતિનગર

૨૧

ઘાટકોપર

૭૬

 

mumbai metro ghatkopar versova mumbai metropolitan region development authority mumbai mumbai news