‘તું સ્લિમ, સ્માર્ટ અને ગોરી છે, જેવા મૅસેજ રાત્રે અજાણી મહિલાને મોકલવા અશ્લીલ છે’: મુંબઈ કોર્ટ

23 February, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Sessions court: બૉમ્બે હાઈ કૉર્ટે આગાઉ પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇ સગીર છોકરીને નિર્વસ્ત્ર કર્યા વગર, તેના વક્ષસ્થળે (છાતી)ને સ્પર્શવું, યૌન હુમલો નથી. જોકે, એવા આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ  354 (શાલીનભંગ) હેઠળ કેસ ચાલશે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

મુંબઈની સેશન્સ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન ચુકાદો આપ્યો છે કે રાત્રે કોઈ વ્યક્તિ અજાણી મહિલાને `તું પાતળી, ખૂબ જ સ્માર્ટ અને ગોરી દેખાય છે, મને તું ગમે છે` જેવા સંદેશા (મૅસેજ) મોકલાવે તો એ અશ્લીલતા સમાન છે. એડિશનલ સેશન્સ જજ (દિંડોશી) ડીજી ધોબલેએ ભૂતપૂર્વ કાઉન્સિલરને વોટ્સઍપ પર અશ્લીલ સંદેશા મોકલવા બદલ ધરપકડ કરાયેલા એક વ્યક્તિની સજાને સમર્થન આપતી વખતે આ અવલોકનો કર્યા હતા.

એડિશનલ સેશન્સ જજે શું અવલોકન કર્યું?

૧૮ ફેબ્રુઆરીના રોજ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે અશ્લીલતાનું મૂલ્યાંકન `સમકાલીન સમુદાયના ધોરણો લાગુ કરતી સરેરાશ વ્યક્તિ`ના દૃષ્ટિકોણથી થવું જોઈએ. `આય લવ યુ` જેવા કન્ટેન્ટવાળા ફોટા પણ અને સંદેશા મોકલવામાં આવ્યા હતા.

કોઈ પણ પતિ આવા સંદેશાઓ સહન નહીં કરે - કોર્ટ

કોર્ટે કહ્યું કે કોઈપણ પરિણીત મહિલા કે તેનો પતિ જે "આદરણીય અને ભૂતપૂર્વ કાઉન્સિલર" છે તે આવા વોટ્સઍપ સંદેશાઓ અને અશ્લીલ ચિત્રોને સહન કરશે નહીં, ખાસ કરીને જ્યારે મોકલનાર અને ફરિયાદી એકબીજાને ઓળખતા ન હોય ત્યારે. કોર્ટે કહ્યું, `આરોપીઓ દ્વારા એવું કંઈ રેકોર્ડ પર લાવવામાં આવ્યું નથી જે દર્શાવે કે તેમની વચ્ચે કોઈ સંબંધ હતો`. ન્યાયાધીશે ઠરાવ્યું કે સંદેશ અને કૃત્ય એક મહિલાના ગૌરવનું અપમાન કરે છે.

મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ આ સજા આપી હતી

અગાઉ, આરોપીને 2022 માં મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. તે પછી તેણે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. અન્ય આધારો ઉપરાંત, આરોપીએ દાવો કર્યો હતો કે રાજકીય દુશ્મનાવટને કારણે તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે તેની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે તેને કોઈ પુરાવા દ્વારા સમર્થન મળતું નથી. કોર્ટે કહ્યું, `આ ઉપરાંત, કોઈપણ મહિલા કોઈપણ આરોપીને ખોટા કેસમાં ફસાવીને પોતાની ગરિમા દાવ પર નહીં લગાવે`. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષે સાબિત કર્યું છે કે આરોપીએ મહિલાને અશ્લીલ વોટ્સઍપ મૅસેજ અને ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. સેશન્સ કોર્ટના જજે કહ્યું, `તેથી, આરોપીને દોષિત ઠેરવવા અને સજા ફટકારવી એ ટ્રાયલ કોર્ટ (મેજિસ્ટ્રેટ) માટે યોગ્ય છે.`

બૉમ્બે હાઈ કૉર્ટે આગાઉ પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇ સગીર છોકરીને નિર્વસ્ત્ર કર્યા વગર, તેના વક્ષસ્થળે (છાતી)ને સ્પર્શવું, યૌન હુમલો નથી. જોકે, એવા આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ  354 (શાલીનભંગ) હેઠળ કેસ ચાલશે. કૉર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યૌન હુમલાની પરિભાષામાં શારીરિક સંપર્ક પ્રત્યક્ષ હોવું જોઇએ કે સીધો શારીરિક સંપર્ક થવો જોઇએ.

mumbai high court bombay high court sexual crime whatsapp mumbai news mumbai