Mumbai Sexual Crime: મુંબઈની શરમજનક ઘટના! મહિલા ટીચર વિદ્યાર્થીને હોટેલોમાં લઈ જતી,કપડાં ઉતારતી અને...

03 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Sexual Crime: ખૂબ જ પ્રતિષ્ઠિત સ્કૂલનાં શિક્ષકે સગીર છોકરા સાથે બળાત્કાર કર્યો છે. આ સંદર્ભે મુંબઈ પોલીસ દ્વારા આરોપી મહિલા ટીચરની ધરપકડ કરવામાં આવી છે. 

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાંથી ખૂબ જ શરમજનક કહી શકાય એવા સમાચાર (Mumbai Sexual Crime) સામે આવ્યા છે. ખૂબ જ પ્રતિષ્ઠિત સ્કૂલનાં શિક્ષકે સગીર છોકરા સાથે બળાત્કાર કર્યો છે. આ સંદર્ભે મુંબઈ પોલીસ દ્વારા આરોપી ટીચરની ધરપકડ કરવામાં આવી છે. 

રિપોર્ટ અનુસાર પીડિત વિદ્યાર્થી પર આ જાતીય સતામણી છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહી હતી. સગીર વિદ્યાર્થીને સાઉથ બોમ્બેની ઘણી ફાઇવ સ્ટાર હોટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી ટીચર દ્વારા સગીર વિદ્યાર્થીને ડિપ્રેશન વિરોધી દવાઓ પણ આપવામાં આવી હતી. પીડિત વિદ્યાર્થીએ તેની hscની એક્ઝામ પૂર્ણ થયા બાદ જ્યારે પોતાનાં મા-બાપને આપવીતી જણાવી ત્યારે જઈને આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આરોપી શિક્ષકે તેના નોકરને આ સ્ટુડન્ટ્ને મળવા મોકલ્યો હતો ત્યારબાદ પીડિતાના પરિવારે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી ટીચરની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી (Mumbai Sexual Crime) અનુસાર 40 વર્ષીય શિક્ષિકા ૧૧ વર્ષની એક વિદ્યાર્થિને ભણાવતા હતા. આ વિદ્યાર્થિ ધોરણ 11નો અભ્યાસ કરતો હતો. પોલીસને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2023માં હાઈસ્કૂલના વાર્ષિક સમારોહ માટે ડાન્સ ગ્રુપ તૈયાર કરવા માટે યોજાયેલી વિવિધ બેઠકો દરમિયાન આ શિક્ષિકાની નજર સ્ટુડન્ટ પર બગડી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2024માં તેણે સૌ પ્રથમવાર જાતીય શોષણ કર્યું હતું.

પીડિત છોકરો શરૂઆતમાં ટીચરની હેવાનિયત (Mumbai Sexual Crime)થી બચવાનો પ્રયાસ કરતો હતો. ત્યારબાદ આ શિક્ષિકાએ તેની એક સખીને આમાં ઇનવોલ્વ કરી હતી. માટે શિક્ષિકાના મિત્રની પણ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. કારણકે શિક્ષિકાની સખીએ સગીરને ફોસલાવતાં કહ્યું હતું કે હવે તો મોટી ઉંમરની મહિલાઓ અને કિશોરવયના છોકરાઓ વચ્ચેના સંબંધો એકદમ સામાન્ય વાત બની ગઈ છે.

રિપોર્ટ અનુસાર શિક્ષિકા આ વિદ્યાર્થીને એક જગ્યાએ લઈ ગઈ હતી અને ત્યાં બળજબરીથી તેના કપડાં પણ ઉતારી નાખવામાં આવ્યા હતા. અને તેની પર જાતીય શોષણ (Mumbai Sexual Crime) કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પછી જ્યારે વિદ્યાર્થી ખૂબ જ તણાવમાં રહેવા લાગ્યો ત્યારે આરોપી શિક્ષિકાએ સ્ટુડન્ટને એન્ટિ-એનઝાયટી પિલ્સ પણ ખવડાવી હતી. ત્યારબાદ પોલીસે તે સેડાન જપ્ત કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આ આરોપી શિક્ષક પીડિત વિદ્યાર્થીને દક્ષિણ મુંબઈની વિવિધ ફાઇવ સ્ટાર હોટલમાં લઈ ગઇ હતી. જ્યાં અનેકવાર તેની પર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસ મામલે પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે આરોપી શિક્ષિકા ઘણીવાર તેને દારૂ પીવડાવીને નશામાં ધૂત કરવાનો પણ પ્રયાસ કરતી હતી. બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવેલા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આખી શાળામાં હોબાળો મચી જવા પામ્યો છે.

mumbai news mumbai sexual crime Protection of Children from Sexual Offences Act POCSO mumbai police Crime News