Mumbai: કુર્લામાં મહિલા સાથે સામૂહિક બળાત્કાર, સિગરેટથી બાળ્યું ગુપ્તાંગ

05 December, 2022 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચાકૂ હાથમાં પકડીને એક આરોપીએ મહિલાને જમીન પર ધક્કો માર્યો. તેણે તેની છાતી, હાથ પર વાર કર્યા અને સિગરેટથી તેનું ગુપ્તાંગ બાળી દીધું. ત્યાર બાદ ત્રણેયે તેનું યૌન શોષણ કર્યું અને જીવલેણ ધમકી પણ આપી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના(Mumbai) કુર્લા વિસ્તારમાં (Kurla rape) ચાકૂની ધારે 42 વર્ષીય મહિલાનો કહેવાતી રીતે બળાત્કાર (Raped) કરવા અને તેના ગુપ્તાંગને (Genitals) બાળવાના (Burnt with Cigarette) આરોપમાં ત્રણ જણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક એફઆઈઆર (FIR) પ્રમાણે, શંકાસ્પદની ઓળખ બબલૂ, વસીમ અને મુન્ના તરીકે થઈ છે.

30 નવેમ્બરના સવારે લગભગ પાંચ વાગ્યાની ઘટના
પોલીસ પ્રમાણે પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે 30 નવેમ્બરના સવારે લગભગ પાંચ વાગ્યે જ્યારે પોતાના ઘરમાં સૂઈ રહી હતી ત્યારે કોઈકે દરવાજો ખખડાવ્યો. જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો બહાર કોઈ નહોતું, પણ જેવી તે દરવાજો બંધ કરવા માટે ફરી, ત્રણ જણ તેના ઘરમાં ધુસી ગયા.

ચાકૂ હાથમાં પકડીને એક આરોપીએ મહિલાને જમીન પર ધક્કો માર્યો. તેણે તેની છાતી, હાથ પર વાર કર્યા અને સિગરેટથી તેનું ગુપ્તાંગ બાળી દીધું. ત્યાર બાદ ત્રણેયે તેનું યૌન શોષણ કર્યું અને જીવલેણ ધમકી પણ આપી.

મહિલાએ કુર્લા પોલીસનો સંપર્ક કર્યો અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું. એક પોલીસ અધિકારીએ કહ્યું કે પીડિતા બે દિવસ માટે ભાભા હૉસ્પિટલમાં દાખલ હતી. મહિલાની ફરિયાદના આધારે કલમ 376 (બળાત્કાર), 376 (ડી) (સામૂહિક બળાત્કાર), 377 (અપ્રાકૃતિક અપરાધ), 452 (ઈજા, મારપીટ કે ખોટી રીતે અટકાવવાની તૈયારી બાદ ઘરમાં અતિચાર), 354 (મહિલાનો વિનયભંગ કરવાના ઈરાદે તેના પર હુમલો અને અપરાધિક દળ), 509 (શબ્દ, સંકેત કે કોઈ મહિલાનો વિનયભંગ કરવાનો ઈરાદો), 324 (સ્વેચ્છાથી ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી), 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 504 (જાણીજોઈને અપમાન) અને ભારતીય દંડ સંહિતાની 34 (સામાન્ય મંશા) હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પરથી 2.5 કરોડની કિંમતનું 4712 ગ્રામ સોનું ઝડપાયું, 3 આરોપીઓની ધરપકડ

પોલીસે કહ્યું કે આરોપીઓની અત્યાર સુધી ધરપકડ નથી કરવામાં આવી કારણકે તે આરોપોની પુષ્ઠિ કરી રહ્યા છે અને પુરાવા એકઠા કરી રહ્યા છે. કુર્લા પોલીસે તેના શરીર પર ઈજાના આરોપો વિશે મેડિકલ રિપૉર્ટ પ્રાપ્ત કરવા માટે ડૉક્ટર્સનો સંપર્ક કર્યો છે.

Mumbai mumbai news mumbai crime news sexual crime kurla