થાણે, મુલુંડ, ભિવંડી, ઘાટકોપર, કુર્લામાં પાણી સાચવીને વાપરજો

24 January, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૭ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી ૧૦ ટકા પાણીકાપ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈનાં ઈસ્ટર્ન સબર્બ્સના કેટલાક ભાગોમાં ૨૭ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી ૧૦ ટકા પાણીકાપ રહેશે. થાણેના પીસે ખાતે ન્યુમેટિક ગેટ સિસ્ટમ પર ઍન્યુઅલ મેઇન્ટેનન્સ હાથ ધરવામાં આવશે, જેને કારણે થાણે અને ભિવંડી-નિઝામપુર કૉર્પોરેશનની હદમાં આવતા અમુક ભાગોમાં પાણીકાપ રહેશે. નેવલ ડૉકયાર્ડ વિસ્તાર, ભીંડીબજાર, બોહરી ​​મોહલ્લા, ઘોઘારી મોહલ્લા સહિત B, E, F વૉર્ડમાં પાણીકાપની અસર રહેશે. ઉપરાંત મુલુંડ (ઈસ્ટ અને વેસ્ટ), ભાંડુપ, નાહૂર, કાંજુરમાર્ગ અને વિક્રોલી-ઈસ્ટ, ઘાટકોપર-ઈસ્ટ, કુર્લા-ઈસ્ટ સહિત અમુક વિસ્તારોમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે.

મંગળવારે થાણે, મુલુંડ અને ભાંડુપમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ

વૈતરણા પાઇપલાઇનના જોડાણના કામ માટે ૨૭ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યાથી ૨૮ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગ્યા સુધી મુલુંડ-વેસ્ટ અને ભાંડુપ-વેસ્ટના S અને T વૉર્ડ તથા થાણેના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

Water Cut brihanmumbai municipal corporation thane bhiwandi bhandup mulund kanjurmarg vikhroli ghatkopar kurla thane municipal corporation mumbai mumbai news