મેયર બંગલાના રિનોવેશન માટે ફરી બહાર પાડવામાં આવેલું ૨.૯ કરોડનું ટેન્ડર પડતું મુકાયું

06 August, 2026 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મેયર બંગલો એ બ્રિટિશકાળનો હેરિટેજ બંગલો છે જેના રિપરિંગ અને રિનોવેશનમાં વિશેષ કાળજી રાખવી પડે છે

ભાયખલાના રાણીબાગમાં આવેલો મેયર બંગલો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈનાં મેયર રિતુ તાવડેના સત્તાવાર હેરિટેજ બંગલા માટે ૨.૯ કરોડ રૂપિયાનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પણ એનો ફિયાસ્કો થયો છે. થોડા વખત પહેલાં જ કરોડો રૂપિયાના ખર્ચે અેનું મોટા પાયે રિપેરિંગ અને રિનોવેશન કરાયું હતું. હવે નવું ટેન્ડર બહાર પાડવામાં આવતાં આ બાબતે રાજકીય વર્તુળોમાંથી અેનો વિરોધ થઈ રહ્યો હતો એથી હવે એ ટેન્ડર પડતું મૂકવામાં આવ્યું છે.  
વિરોધ પક્ષો અને રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ દ્વારા આ ખર્ચ અને ટ્રાન્સપરન્સી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા કે હાલમાં જ ખર્ચ કરાયો હતો તો આ વધારાનો ખર્ચ કેમ અને શા માટે? જોકે BMCનું કહેવું એમ હતું કે ‘આ એક હેરિટેજ કન્ઝર્વેશન હેઠળ આવતું બિલ્ડિંગ છે. એથી એની સારસંભાળ માટે અને લાંબો સમય અે જળવાઈ રહે એને ધ્યાનામાં રાખી ટેક્નિકલી વધુ કામ કરવું પડે છે. ઘણા લોકો આ મેયર બંગલો એટલે દાદરના શિવાજી પાર્ક પર આવેલા મેયરનો જૂનો બંગલો સમજી રહ્યા છે, જ્યારે કે આ બંગલો રાણીબાગની અંદર આવેલો હેરિટેજ બંગલો છે જેને મેયર બંગલો તરીકે ડેવલપ કરાયો છે. આ મેયર બંગલો એ બ્રિટિશકાળનો હેરિટેજ બંગલો છે જેના રિપરિંગ અને રિનોવેશનમાં વિશેષ કાળજી રાખવી પડે છે.’ 

brihanmumbai municipal corporation mumbai mayor ritu tawde mumbai news mumbai byculla