29 April, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદિવલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસે રિકવર કર્યા ૭ લાખ રૂપિયા
કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી ૪૪ વર્ષના નિખિલ શાહની કારમાંથી ૧૦ લાખ રૂપિયા ચોરી જનાર ૩૫ વર્ષના કૌશિક ઘમંડેને કાંદિવલી પોલીસે વડોદરાથી ઝડપી લીધો છે. સ્ટૉક માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા નિખિલભાઈ ૭ એપ્રિલે પોતાના એક સગા પાસેથી ૧૦ લાખ રૂપિયા લઈને પોતાની સોસાયટીમાં કાર પાર્ક કરીને માત્ર પાંચ મિનિટ માટે દૂધ લેવા ગયા હતા. એ દરમ્યાન અજાણ્યા યુવકે કારની ડિકીનું લૉક તોડીને ૧૦ લાખ રૂપિયા તફડાવી લીધા હતા. એ બનાવ બાદ ફરિયાદ નોંધાતાં પોલીસે ૧૨૫થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આરોપીની ધરપકડ કરી છે.
કાંદિવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન સાટમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવસ દરમ્યાન મથુરાદાસ રોડ પરની સોસાયટીમાં પ્રવેશીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો એટલે અમે સોસાયટી અને મથુરાદાસ રોડ સહિત કાંદિવલીનાં ૧૨૫થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. શરૂઆતમાં અમને આ કેસમાં કોઈ જાણભેદુ હોવાની શંકા ગઈ હતી, પણ અમુક ફુટેજમાં આરોપી રેલવે-સ્ટેશનથી ટ્રેન પકડતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ટેક્નિકલ માહિતીના આધારે આરોપીનો નંબર મેળવીને એ ટ્રેસ કરવામાં આવતાં તેનું લોકેશન વડોદરા મળ્યું હતું. ત્યાં બે દિવસ છટકું ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અને ફરિયાદી બન્ને એકબીજાને ઓળખતા નહોતા, પણ જ્યારે મલાડના વેપારી પાસેથી ફરિયાદીએ પૈસા લીધા ત્યારે આરોપી ત્યાં હાજર હતો અને તેણે ફરિયાદીને પૈસા લેતાં જોયો હતો એટલે એ દિવસે તેને લાલચ જાગી હતી અને ફરિયાદીનો પીછો કરીને તેની પાછળ-પાછળ છેક તેમની સોસાયટીમાં જઈ પહોંચ્યો હતો અને ચોરી કરી હતી. આરોપી પાસેથી હાલમાં અમે ૭ લાખ રૂપિયા રિકવર કર્યા છે.’કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલી એક સોસાયટીમાં પાર્ક કરેલી ૪૪ વર્ષના નિખિલ શાહની કારમાંથી ૧૦ લાખ રૂપિયા ચોરી જનાર ૩૫ વર્ષના કૌશિક ઘમંડેને કાંદિવલી પોલીસે વડોદરાથી ઝડપી લીધો છે. સ્ટૉક માર્કેટના વ્યવસાય સાથે સંકળાયેલા નિખિલભાઈ ૭ એપ્રિલે પોતાના એક સગા પાસેથી ૧૦ લાખ રૂપિયા લઈને પોતાની સોસાયટીમાં કાર પાર્ક કરીને માત્ર પાંચ મિનિટ માટે દૂધ લેવા ગયા હતા. એ દરમ્યાન અજાણ્યા યુવકે કારની ડિકીનું લૉક તોડીને ૧૦ લાખ રૂપિયા તફડાવી લીધા હતા. એ બનાવ બાદ ફરિયાદ નોંધાતાં પોલીસે ૧૨૫થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આરોપીની ધરપકડ કરી છે.
કાંદિવલીના પોલીસ-ઇન્સ્પેક્ટર નીતિન સાટમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવસ દરમ્યાન મથુરાદાસ રોડ પરની સોસાયટીમાં પ્રવેશીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો એટલે અમે સોસાયટી અને મથુરાદાસ રોડ સહિત કાંદિવલીનાં ૧૨૫થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. શરૂઆતમાં અમને આ કેસમાં કોઈ જાણભેદુ હોવાની શંકા ગઈ હતી, પણ અમુક ફુટેજમાં આરોપી રેલવે-સ્ટેશનથી ટ્રેન પકડતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ટેક્નિકલ માહિતીના આધારે આરોપીનો નંબર મેળવીને એ ટ્રેસ કરવામાં આવતાં તેનું લોકેશન વડોદરા મળ્યું હતું. ત્યાં બે દિવસ છટકું ગોઠવીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી અને ફરિયાદી બન્ને એકબીજાને ઓળખતા નહોતા, પણ જ્યારે મલાડના વેપારી પાસેથી ફરિયાદીએ પૈસા લીધા ત્યારે આરોપી ત્યાં હાજર હતો અને તેણે ફરિયાદીને પૈસા લેતાં જોયો હતો એટલે એ દિવસે તેને લાલચ જાગી હતી અને ફરિયાદીનો પીછો કરીને તેની પાછળ-પાછળ છેક તેમની સોસાયટીમાં જઈ પહોંચ્યો હતો અને ચોરી કરી હતી. આરોપી પાસેથી હાલમાં અમે ૭ લાખ રૂપિયા રિકવર કર્યા છે.’