રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ સામે મુંબઈ પોલીસની લાલ આંખ: ૨૧ દિવસમાં ૨૫૩ લાઇસન્સ રદ, ૨૯૦ FIR

20 August, 2026 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષના ૭ મહિનામાં ૧૮,૬૭૧ ડ્રાઇવરો સામે કાર્યવાહી, જેમાંથી ૧૫,૪૩૮ તો ટૂ-વ્હીલરવાળા

ફાઇલ તસવીર

મુંબઈ ટ્રાફિક પોલીસે રૉન્ગ સાઇડમાં વાહન ચલાવતા ડ્રાઇવરો સામે કડક ઝુંબેશ શરૂ કરી છે. રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગને જાહેર સુરક્ષા માટે ગંભીર જોખમ ગણાવીને પોલીસે કાર્યવાહી સઘન બનાવી છે. માત્ર છેલ્લા ૨૧ દિવસની અંદર જ ટ્રાફિક પોલીસે રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરો સામે ૨૯૦ ફસ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને ૨૫૩ ડ્રાઇવરોનાં ડ્રાઇવિંગ-લાઇસન્સ રદ કર્યાં છે. ગઈ ૧૫ જુલાઈએ અંધેરીમાં રૉન્ગ સાઇડથી આવતા વાહને ૮ વર્ષની બાળકી રેવા પવારને ટક્કર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ પોલીસે આ ઝીરો-ટૉલરન્સ નીતિ અપનાવી છે.

૨૦૨૬ના પ્રથમ ૭ મહિનામાં જ મુંબઈ ટ્રાફિક પોલીસે રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા ૧૮,૬૭૧ ડ્રાઇવરો સામે કાર્યવાહી કરી છે જેમાંથી ૧૫,૪૩૮ (૮૩ ટકાથી વધુ) માત્ર ટૂ-વ્હીલર ડ્રાઇવરો હતા. સામાન્ય રીતે સિગ્નલ કે લાંબા યુ-ટર્નથી બચવા અને સમય બચાવવા માટે લોકો રૉન્ગ સાઇડનો ઉપયોગ કરે છે જેનાથી સામેથી આવતાં વાહનો સાથે સીધી ટક્કરનું જોખમ ઊભું થાય છે. ૨૦૨૪માં ૧૨,૮૧૪ અને ૨૦૨૫માં ૧૧,૭૬૧ ડ્રાઇવરો સામે આ પ્રક્રારની કાર્યવાહી થઈ હતી જેની સરખામણીએ આ વર્ષે કાર્યવાહીનો આંકડો રેકૉર્ડ સ્તરે પહોંચ્યો છે. 

mumbai traffic police mumbai traffic mumbai mumbai news regional transport office